નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉 ખેરગામ, તા. ૧ ઓગસ્ટ: SB KHERGAM OFFICIAL પરિવાર તરફથી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલ ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શિક્ષકોના હિતોની રક્ષા, શિક્ષણક્ષેત્રના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આપ આપી રહેલા નિષ્ઠાપૂર્વકના નેતૃત્વ અને સેવાભાવને સંગઠન દ્વારા હંમેશા બિરદાવવામાં આવે છે. શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે આપનું સમર્પિત કાર્ય સૌ માટે પ્રેરણાદાયી રહ્યું છે. આ શુભ અવસરે SB KHERGAM OFFICIAL પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને સતત સફળતા પ્રાપ્ત થાય તેમજ આપ શિક્ષક સમાજની સેવા માટે સતત નવી ઊંચાઈઓ સર કરતા રહો. – SB KHERGAM OFFICIAL પરિવાર
નવસારી જિલ્લાના શિક્ષક જતીનકુમાર ટંડેલને “સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ–૨૦૨૬” એનાયત. નવસારી: નવસારી જિલ્લાના શિક્ષણક્ષેત્ર માટે ગૌરવની વાત છે કે સિસોદ્રા (ગણેશવડ) કન્યાશાળા પી.એમ. શ્રી ના શિક્ષક શ્રી જતીનકુમાર પરભુભાઈ ટંડેલ ની વર્ષ ૨૦૨૬ના “સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે. પોરબંદર સ્થિત શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ – સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની દિવ્ય પ્રેરણાથી શિક્ષણક્ષેત્રમાં વિશિષ્ટ અને નવતર કાર્ય કરનારા શિક્ષકોનું દર વર્ષે સન્માન કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત વર્ષ ૨૦૨૬ માટે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા શ્રી જતીનકુમાર પરભુભાઈ ટંડેલ ની “ગુરુ ગૌરવ એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ એવા શિક્ષકોને અર્પણ કરવામાં આવે છે, જેમણે પોતાની શાળામાં નવીન પ્રયોગો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. આ અવસરે તા. ૨૭ અને ૨૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્...