નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉 ખેરગામ, તા. ૧ ઓગસ્ટ: SB KHERGAM OFFICIAL પરિવાર તરફથી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલ ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શિક્ષકોના હિતોની રક્ષા, શિક્ષણક્ષેત્રના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આપ આપી રહેલા નિષ્ઠાપૂર્વકના નેતૃત્વ અને સેવાભાવને સંગઠન દ્વારા હંમેશા બિરદાવવામાં આવે છે. શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે આપનું સમર્પિત કાર્ય સૌ માટે પ્રેરણાદાયી રહ્યું છે. આ શુભ અવસરે SB KHERGAM OFFICIAL પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને સતત સફળતા પ્રાપ્ત થાય તેમજ આપ શિક્ષક સમાજની સેવા માટે સતત નવી ઊંચાઈઓ સર કરતા રહો. – SB KHERGAM OFFICIAL પરિવાર
Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ
Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૮: ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા બોટાનિકલ ગાર્ડન-વઘઇના અધિક્ષક શ્રી એન.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ, વાંસદા નેશનલ પાર્ક-નવતાડના રેંજ સ્ટાફ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજી જિલ્લા કક્ષાના 'વન્ય પ્રાણી સપ્તાહ’ -૨૦૨૪’ની ઉજવણી કરવામા આવી હતી. આ મેરેથોનમા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વ્યારા જિલ્લાના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. દોડમાં એક થી ત્રણ નંબર લાવનાર દોડવીરોને પ્રોત્સાહિત ઇનામો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ, સરપંચશ્રીઓ, સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા....