Skip to main content

નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું.

   નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory

Vansda: વાંસદા તાલુકાના બારતાડ ગામે ગરીબ ખેડૂત પરિવારની મદદ માટે વાંસદા તાલુકાના પ્રેસ ક્લબના પત્રકાર મિત્રો આગળ આવ્યા.

               

Vansda: વાંસદા તાલુકાના બારતાડ ગામે ગરીબ ખેડૂત પરિવારની મદદ માટે  વાંસદા તાલુકાના પ્રેસ ક્લબના પત્રકાર મિત્રો આગળ આવ્યા.

વાંસદાના ઉનાઈ નજીક બારતાડ ગામે ખેડૂતના પરિવારના ઘરમાં આગ લાગતા ધરવખરી, બે બકરી બળીને ખાખ થઇ ગઈ હતી. ઘર માલિક પણ આગમાં દાઝી ગયા હતા. આગને કારણે ઘરનું સંપૂર્ણ નુકશાન થયું હતું. પરિવાર રસ્તા ઉપર આવી ગયો હતો. આ કપરા સમયે વાંસદા તાલુકાના પ્રેસ ક્લબના પત્રકાર મિત્રોએ પરિવારને આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં સુનિલ શર્મા, તુલસીદાસ વૈષ્ણવ (પપ્પુજી), જીતુ પરમાર, અનિલ પટેલ, દિવ્યેશ પટેલ, સુનિલ ડાભી, સાજીદ મકરાણી, નટુ પટેલ, નાજુ ભરવાડ, બ્રિજેશ પટેલ, અમિત મૈસુરિયા, ચેતન પટેલ, મહાવીર સિંહ રાજપૂત, મુકેશ દુબે અને શૈલેષ પટેલના સહકાર અને સહયોગથી પરિવારને રોક્ડ સ્વરૂપે આર્થિક મદદ કરી હતી. પીડિત ખેડૂત પરિવારને સામાજિક યુવા કાર્યકર હિરેન ભથવારે પત્રકારોને મદદ કરવા ટેકો આપ્યો છે.

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન

     તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન આજે, 16 જૂન 2025ના રોજ, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની  તોરણવેરા ગામની પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં એક ઉમદા કાર્યનું આયોજન થયું. શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારના સહયોગથી શાળાને બે કોમ્પ્યુટર સેટ અને ગ્રામ પંચાયતને એક કોમ્પ્યુટર સેટ ભેટ આપવામાં આવ્યા. આ પહેલ ગામના બાળકો અને ગ્રામજનો માટે શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી તકો ખોલશે. આજના ડિજિટલ યુગમાં, કોમ્પ્યુટર શિક્ષણ એ આવશ્યક બન્યું છે. વાઢુ પરિવારના આ ઉદાર યોગદાનથી શાળાના વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળશે, જે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટરની સુવિધા ગામના લોકોને ડિજિટલ સેવાઓ અને માહિતીની પહોંચ સરળ બનાવશે. આ પ્રેરણાદાયી કાર્ય માટે તોરણવેરા શાળા પરિવાર અને ગ્રામ પંચાયત વતી ગામના સરપંચશ્રી સુનિલભાઈ દભાડીયાએ શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ યોગદાન ગામના શિક્ષણ અને વિકાસના પથ પર એક મહત્વપૂર્ણ પગલું છે. આવા સેવાભાવી કાર્યો અન્યોને પણ પ્રેરણા આપશે.