Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉

      નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉 ખેરગામ, તા. ૧ ઓગસ્ટ: SB KHERGAM OFFICIAL પરિવાર તરફથી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલ ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શિક્ષકોના હિતોની રક્ષા, શિક્ષણક્ષેત્રના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આપ આપી રહેલા નિષ્ઠાપૂર્વકના નેતૃત્વ અને સેવાભાવને સંગઠન દ્વારા હંમેશા બિરદાવવામાં આવે છે. શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે આપનું સમર્પિત કાર્ય સૌ માટે પ્રેરણાદાયી રહ્યું છે. આ શુભ અવસરે SB KHERGAM OFFICIAL પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને સતત સફળતા પ્રાપ્ત થાય તેમજ આપ શિક્ષક સમાજની સેવા માટે સતત નવી ઊંચાઈઓ સર કરતા રહો. – SB KHERGAM OFFICIAL પરિવાર

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.


આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી.

કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Comments

Popular posts from this blog

તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન

     તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન આજે, 16 જૂન 2025ના રોજ, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની  તોરણવેરા ગામની પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં એક ઉમદા કાર્યનું આયોજન થયું. શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારના સહયોગથી શાળાને બે કોમ્પ્યુટર સેટ અને ગ્રામ પંચાયતને એક કોમ્પ્યુટર સેટ ભેટ આપવામાં આવ્યા. આ પહેલ ગામના બાળકો અને ગ્રામજનો માટે શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી તકો ખોલશે. આજના ડિજિટલ યુગમાં, કોમ્પ્યુટર શિક્ષણ એ આવશ્યક બન્યું છે. વાઢુ પરિવારના આ ઉદાર યોગદાનથી શાળાના વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળશે, જે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટરની સુવિધા ગામના લોકોને ડિજિટલ સેવાઓ અને માહિતીની પહોંચ સરળ બનાવશે. આ પ્રેરણાદાયી કાર્ય માટે તોરણવેરા શાળા પરિવાર અને ગ્રામ પંચાયત વતી ગામના સરપંચશ્રી સુનિલભાઈ દભાડીયાએ શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ યોગદાન ગામના શિક્ષણ અને વિકાસના પથ પર એક મહત્વપૂર્ણ પગલું છે. આવા સેવાભાવી કાર્યો અન્યોને પણ પ્રેરણા આપશે.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સ...