Skip to main content

ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ, વર્ષ 2026-27 અને 2027-28 માટે હોદ્દેદારો તથા જિલ્લા કારોબારી બિનહરીફ જાહેર.

    ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ, વર્ષ 2026-27 અને 2027-28 માટે હોદ્દેદારો તથા જિલ્લા કારોબારી બિનહરીફ જાહેર. ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની વર્ષ 2026-27 અને 2027-28 માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, ખજાનચીશ્રી, સહમંત્રીશ્રી તથા જિલ્લા કારોબારીના સભ્યો માટે યોજાયેલી ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ થઈ હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણીમાં પ્રમુખ તરીકે શ્રી મનોજકુમાર રમણલાલ પટેલ (તિસ્કરી તલાટ પ્રાથમિક શાળા), ઉપપ્રમુખ તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ નાથુભાઈ મહાકાળ (જાગીરી પ્રાથમિક શાળા), મહામંત્રી તરીકે શ્રી રામચંદ્રભાઈ હુનીયાભાઈ માહલા (ડુંગરસેત ભવાડા પ્રાથમિક શાળા), ખજાનચી તરીકે શ્રી સંજોગકુમાર કાળીદાસ પટેલ (કરંજવેરી પ્રાથમિક શાળા) તથા સહમંત્રી તરીકે શ્રી નિતીનકુમાર ધીરૂભાઈ આહીર (મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળા) બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જિલ્લા કારોબારી માટે પણ કુલ 10 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેમાં શ્રી પરેશભાઈ ધનસુખભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ મોહનભાઈ પટેલ, શ્રી હિરેનકુમાર દુર્લભભાઈ રાઠોડ, શ્રી કન...

ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ, વર્ષ 2026-27 અને 2027-28 માટે હોદ્દેદારો તથા જિલ્લા કારોબારી બિનહરીફ જાહેર.

   ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ, વર્ષ 2026-27 અને 2027-28 માટે હોદ્દેદારો તથા જિલ્લા કારોબારી બિનહરીફ જાહેર.


ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની વર્ષ 2026-27 અને 2027-28 માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, ખજાનચીશ્રી, સહમંત્રીશ્રી તથા જિલ્લા કારોબારીના સભ્યો માટે યોજાયેલી ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ થઈ હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

ચૂંટણીમાં પ્રમુખ તરીકે શ્રી મનોજકુમાર રમણલાલ પટેલ (તિસ્કરી તલાટ પ્રાથમિક શાળા), ઉપપ્રમુખ તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ નાથુભાઈ મહાકાળ (જાગીરી પ્રાથમિક શાળા), મહામંત્રી તરીકે શ્રી રામચંદ્રભાઈ હુનીયાભાઈ માહલા (ડુંગરસેત ભવાડા પ્રાથમિક શાળા), ખજાનચી તરીકે શ્રી સંજોગકુમાર કાળીદાસ પટેલ (કરંજવેરી પ્રાથમિક શાળા) તથા સહમંત્રી તરીકે શ્રી નિતીનકુમાર ધીરૂભાઈ આહીર (મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળા) બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.


જિલ્લા કારોબારી માટે પણ કુલ 10 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેમાં શ્રી પરેશભાઈ ધનસુખભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ મોહનભાઈ પટેલ, શ્રી હિરેનકુમાર દુર્લભભાઈ રાઠોડ, શ્રી કનૈયાલાલ રમણભાઈ પટેલ, શ્રી જીવણભાઈ ધેડગાંભાઈ કાહડોળિયા, શ્રી સુનિલભાઈ સોમાભાઈ થોરાત, શ્રી અમિતકુમાર કિશોરભાઈ થોરાત, શ્રી વિજયભાઈ રમતુભાઈ થોરાત, શ્રી અજીતભાઈ માંદિયાભાઈ પાડવી તથા શ્રી શાંતુભાઈ બચુભાઈ ગાર્ડરનો સમાવેશ થાય છે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને સર્વાનુમતે પૂર્ણ થતાં શિક્ષક સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત હોદ્દેદારો તથા જિલ્લા કારોબારીના સભ્યો શિક્ષકોના હિત, સંગઠનની એકતા અને શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

વિશેષરૂપે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારશ્રીઓએ ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નવનિયુક્ત તમામ હોદ્દેદારો અને જિલ્લા કારોબારીના સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, તેમના સફળ અને જનહિતકારી કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

Comments

Popular posts from this blog

તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન

     તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન આજે, 16 જૂન 2025ના રોજ, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની  તોરણવેરા ગામની પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં એક ઉમદા કાર્યનું આયોજન થયું. શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારના સહયોગથી શાળાને બે કોમ્પ્યુટર સેટ અને ગ્રામ પંચાયતને એક કોમ્પ્યુટર સેટ ભેટ આપવામાં આવ્યા. આ પહેલ ગામના બાળકો અને ગ્રામજનો માટે શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી તકો ખોલશે. આજના ડિજિટલ યુગમાં, કોમ્પ્યુટર શિક્ષણ એ આવશ્યક બન્યું છે. વાઢુ પરિવારના આ ઉદાર યોગદાનથી શાળાના વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળશે, જે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટરની સુવિધા ગામના લોકોને ડિજિટલ સેવાઓ અને માહિતીની પહોંચ સરળ બનાવશે. આ પ્રેરણાદાયી કાર્ય માટે તોરણવેરા શાળા પરિવાર અને ગ્રામ પંચાયત વતી ગામના સરપંચશ્રી સુનિલભાઈ દભાડીયાએ શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ યોગદાન ગામના શિક્ષણ અને વિકાસના પથ પર એક મહત્વપૂર્ણ પગલું છે. આવા સેવાભાવી કાર્યો અન્યોને પણ પ્રેરણા આપશે.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સ...