Skip to main content

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધ

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

   

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે.

૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ : 

ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી ઇતિહાસના પાઠ ભણાવતી વખતે આ સિક્કા સમજણ માટે દર્શાવતા વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસ સમજી રહ્યા છે. 

વિદ્યાર્થીઓ સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે તથા આપણો ઇતિહાસ કેવો હતો આ સમગ્ર બાબત વિદ્યાર્થીઓને સમજાવવા માટે કેલીયા પ્રાથમિક શાળાના શિક્ષક હેમંત પટેલે અનોખો આઈડિયા અપનાવ્યો છે. જેમાં શિક્ષક દ્વારા ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુના આધારે હડપ્પીય સંસ્કૃતિ, મુઘલ સલ્તનતથી લઈ શિવાજી મહારાજ, ટીપુ સુલતાનના સમયના તામ્ર અને ચાંદીના દુર્લભ સિક્કાઓ 48 જેટલા જુદા જુદા દેશોની ચલણી નોટોનો અમૂલ્ય ખજાનો ભેગો કરી વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનો વિષય આસાન કર્યો .છે જેને લઇ વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસને સમજી શકે છે.

Innovation fair file image 

સિક્કા સંગ્રહનું અભૂતપૂર્વ કલેક્શન ભેગું કરનાર શિક્ષક હેમંતભાઈ પટેલ જણાવે છે કે વિદ્યાર્થીઓ સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે અને આ વિષયમાં રુચિ વધે તે હેતુસર મને સિક્કા સંગ્રહનો વિચાર આવ્યો હતો. કારણ કે ઇતિહાસ જાણવાનો મુખ્ય આધારભૂત સ્રોત સિક્કાઓ છે.

તેમણે સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુના આધારે સિક્કાઓનો સંગ્રહ કરવાની શરૂઆત 2019થી કરી હતી .જેમાં જૂનો સમય સમજાવવા માટે પંચમાર્કના સિક્કા રજવાડી શાસન સમજાવવા માટે જે તે શાસનકાળના સિક્કા, બ્રિટિશ શાસન સમજાવવા માટે બ્રિટિશ સમયના સિક્કા, સ્વતંત્ર ભારતનો ઇતિહાસ સમજાવવા માટે દેશ નેતા અને ક્રાંતિવીરની છાપવાળા સિક્કા અને ઐતિહાસિક ઘટના સમજાવવા માટેના સિક્કા જેમાં આજે તેમની પાસે ઈ.સ. 500 થી લઈને 2024 સુધીના 362 જેટલા ચલણી સિક્કા અને 48 જેટલી જુદા જુદા દેશોની ચલણી નોટો છે.

હેમંતભાઈ પટેલ પાસે જોવા મળતાં સિક્કાઓમાં હડપ્પીયન સંસ્કૃતિના સિક્કા 1, ગઢઈયા રાજના સિક્કા 1, મુગલ કાલીન ચાંદીના સિક્કા 3, મુઘલકાલીન તાંબાના સિક્કા 25, કચ્છના સામ્રાજ્યના સિક્કા 15, મારવાડના સિક્કા 2, સિંધે સામ્રાજયના સિક્કા 2, ભોંસલે સામ્રાજ્યના સિક્કા 3, અંગ્રેજ સામ્રાજ્યના ચાંદીના સિક્કા 25, અંગ્રેજ સામ્રાજ્યના તાંબાના સિક્કાઓ 32 રોય સ્ટેજના સિક્કા 2 અને શિવાજીના સમયના સિક્કા 3.  સંખ્યામાં જોવા મળે છે.

જ્યારે ભારત દેશ 1947માં  આઝાદ થયો ત્યાર પછીના સમયના એટલે કે આઝાદી પછીના સિક્કાઓની વિવિધતાનો  સંગ્રહ તેમની પાસે છે. જેમાં સ્લોગન આધારિત સિક્કાઓ 76, દેશ નેતાઓના સિક્કાઓ 57, વિદેશના સિક્કાઓ 37, વિદેશની ચલણી નોટો 16, વિવિધ પ્રકારના સિક્કાઓ 47 અને જૂની ચલણી નોટો 15ની સંખ્યામાં સંગ્રહ કરેલી જોવા મળે છે.

શ્રી હેમંતભાઈ પટેલની  ન્યૂઝ ચેનલો, YouTube news, તેમજ બ્લોગર્સએ પણ નોંધ લીધી છે. જેની લિંક નીચે આપવામાં આવી છે.

Divya Bhaskar.com

ETV BHARAT. COM 

tv13gujarati.com 

gujarati.news18.com

public.app 

NTC NEWS NAVSARI 

KHERGAM DAINIK NEWS

Khergam blogger 

KHERGAM BLOGGER POST

KCEDUINFO


Comments

Popular posts from this blog

Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ

       Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ ખેરગામનાં પાટી ગામની ગીતા મંદિર માધ્યમિક શાળા ધો.૧૦ બોર્ડનું ૮૯.૧૮ પરિણામ સાથે શાળામાં ગવળી  હેમાંગીની શૈલેષભાઈ ૭૬.૩૩ટકા સાથે પ્રથમ અને નાયકા રીયાબેન અમ્રતભાઈ ૭૬ટકા સાથે દ્વિતિય અને પટેલ દિયાન્સીબેન શૈલેષભાઈ ૭૪.૩૩ ટકા સાથે તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો . ધો.૧૨ બોર્ડનું પરિણામ ૮૮.૬૭ ટકા સાથે શાળામાં  પ્રથમ ૭૮.૭૧ટકા સાથે ગાયકવાડ માયાબેન સિતારામભાઈ પ્રથમ  ચૌધરી સ્વાતીબેન સુરેશભાઈ ૭૮.૨૮ સાથે દ્વિતિય અને જાદવ શેતલબેન દિપકભાઈ ૭૬.૮પટકા સાથે તૃતિય ક્રમે આવ્યા છે.   શાળા શ્રેષ્ઠ પરિણામથી સમગ્ર શાળામાં અને પાટી ગ્રામજનોમાં આનંદ ઉલ્લાસનો માહોલ સર્જાયો છે. આ સફળતા મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો અને નવ નિયુક્ત શાળાના સુકાની રાકેશકુમાર બી પટેલ ને તમામ ગ્રામજનોએ સરપંચ તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ વાલજીભાઈ આર. સોલંકી સાથે શુભેચ્છા પાઠવી હતી.

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.   જ્યારે શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા છે. નવસારીન

ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

        ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી. માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ કરતાં માતૃભાષા જીવંત રાખવા માટે શિક્