નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...
Dang news : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે "વારલી પેઇન્ટિંગ" અંગે એક દિવસીય સેમિનાર યોજાયો :
Dang news : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે "વારલી પેઇન્ટિંગ" અંગે એક દિવસીય સેમિનાર યોજાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવાના પ્રિન્સિપાલ ડો. ઉત્તમભાઈ ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ સપ્તધારા અંતર્ગત રંગકલા કૌશલ્ય ધારા દ્વારા કાલેજમાં "વારલી પેઇન્ટિંગ" અંગે એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાંત કરીકે શ્રી યોગેશભાઇ ચૌધરી તેમજ શ્રી અનિલભાઇ ચૌધરી ઉપસ્શિત રહ્યા હતાં. તેઓ દ્વારા દ્વારા વારલી આર્ટનો ઉદ્ભવ ક્યાં રાજયમાંથી થયો હતો તેની સંપૂર્ણ માહિતી આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને વારલી કળા એક હુન્નર તરીકે ભવિષ્યમાં અર્થોઉપાર્જનમાં કઈ રીતે ઉપયોગી થાય તેની પણ માહિતી આપવામાં આવી હતી. હાલમાં વૈશ્વિક ફલક પર આદિવાસી વારલી આર્ટ જે રીતે વિકસી રહ્યું છે, તેમાં વિદ્યાર્થીઓને જોડાઇ આદિવાસી વારલી કળાનું સંવર્ધન કરવાની પહેલ કરવામાં આવી હતી. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવાના આચાર્યશ્રી ડો. ઉત્તમભાઈ ગાંગુર્ડે દ્વારા વારલી કલા વિશે વિદ્યાર્થીઓને આદિવાસી વિસ્તારો અને અજંતા ઈલોરાના ...