નવસારી જિલ્લા પંચાયતના હોદ્દેદારોનું નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, નવસારી શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ પટેલ તેમજ નવસારી જિલ્લા પંચાયત મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રમિલાબેન નિલેષભાઈ પટેલનું નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રીશ્રી હિતેશકુમાર પટેલ, કોષાધ્યક્ષશ્રી ચંદ્રકાંતભાઈ ગાયકવાડ, નવસારી તાલુકા ઘટક સંઘના પ્રતિનિધિઓ, વાંસદા તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી ભરતભાઈ થોરાત તેમજ ગણદેવી તાલુકા ઘટક સંઘના મહામંત્રીશ્રી સતીશભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક સંઘના આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારોને તેમની નવી જવાબદારી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ શિક્ષણ ક્ષેત્રના વિકાસ અને શિક્ષકોના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે પરસ્પર સહકારની ભાવના સાથે કાર્ય કરવાની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થ...
વેણ ફળિયા ક્રિકેટ પ્રીમિયર લીગ–2026નું ભવ્ય આયોજન, નિકુંજ ઇલેવન બની વિજેતા. તા. 05 માર્ચ 2026ના રોજ ખેરગામના વેણ ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે VEN FALIYA Cricket Premier League – 2026 નું ભવ્ય અને ઉત્સાહપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં એકતા, ભાઈચારો અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે તે શુભ આશય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વેણ ફળિયાના નવયુવક રણજીતભાઈ પટેલ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સતત નવમી વખત સફળ આયોજન કરવામાં આવ્યું છે, જે ગામના યુવાનો માટે ગૌરવની બાબત બની છે. આ પ્રસંગે ખેરગામ તાલુકાના યુવા આદિવાસી સામાજિક કાર્યકર આશિષ પટેલે કાર્યક્રમને સંપૂર્ણ અનુમોદન આપ્યું હતું. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી ગામના યુવાનો વિવિધ સામાજિક, રમતગમત અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાતા રહે છે, જે ગામના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગામના આગેવાનો ગુલાબભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, ડૉ. પંકજભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ અને જયેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો અને યુવાનોની મોટી સંખ્યામાં ઉ...