ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બદલીથી આવેલ શિક્ષકશ્રીઓનું હાર્દિક સ્વાગત અને સન્માન ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં બદલીથી ચીખલી તાલુકામાં ફરજ પર જોડાયેલા શિક્ષકશ્રીઓના સન્માનાર્થે સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રાજુભાઈ પટેલ , કેળવણી નિરીક્ષક શ્રી રાજેશભાઈ પટેલ , ચીખલી બી.આર.સી. શ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ તાલુકાના મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે સંઘના હોદ્દેદારો દ્વારા નવા જોડાયેલા શિક્ષકશ્રીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષક એકતા, સહકાર, પરસ્પર વિશ્વાસ અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે, "દૂધમાં સાકર ભળે તેમ નવા શિક્ષકમિત્રો ચીખલી તાલુકાના શિક્ષક પરિવાર સાથે એકરૂપ બની શિક્ષણના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સુખ-દુઃખના દરેક પ્રસંગે પરસ્પર સહયોગ અને વિશ્વાસ જ આપણી સંસ્થાની આગવી ઓળખ અને સંસ્કૃતિ છે." અંતમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ...
ખેરગામમાં ડ્રીમ પેટ્રોલિયમની ‘ફીલ એન્ડ વિન’ સ્કીમમાં 200 ઇનામોનું વિતરણ. ખેરગામ ખાતે આવેલ ડ્રીમ પેટ્રોલિયમ CNG અને ફ્યુઅલ પંપ દ્વારા સફળતાપૂર્વક 14 વર્ષ પૂર્ણ થતાં ગ્રાહકો માટે “ફીલ એન્ડ વિન” સ્કીમ અંતર્ગત ભવ્ય ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 200 જેટલા આકર્ષક ઇનામોના ખજાનામાંથી લકી ડ્રો દ્વારા વિજેતાઓની પસંદગી કરી તેમને એન્ડ્રોઇડ ટીવી, ફાસ્ટટ્રેક વૉચ સહિત વિવિધ યુવા ઉપયોગી ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, ભાજપ મહામંત્રીશ્રી વિજયભાઈ, ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ, ભાજપ ઉપપ્રમુખશ્રી શૈલેષભાઈ, લઘુમતી મોરચાના પ્રમુખશ્રી મુશ્તાનભાઈ, બ્રહ્મસમાજ પ્રમુખશ્રી અંકુરભાઈ, તેમજ પત્રકાર મિત્રો આશિફભાઈ શેખ, વિનોદભાઈ અને આશીષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પત્રકારશ્રી હર્ષદભાઈ આહિર તથા તેમના પરિવારજનો ધ્યાનમ, વરા અને કેતના હર્ષદભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. 🌷🌹