નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...
સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર આશિષ પટેલને જન્મ દિવસની શુભ કામનાઓ.
સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર વેણ ફળિયાવાસીઓ માટે નાના ભાઈ, મોટા ભાઈ કે વડીલો માટે દીકરાના જેવા રોલ નિભાવી સંભાળ રાખી દરકાર કરનાર આશિષભાઈને પ્રાકૃતિક અવતરણ દિવસની ખુબ ખુબ શુભેચ્છા. આપના જીવનમાં અને પરિવાર માં હર હંમેશ ખુશ રહે એવી પ્રકૃતિને પ્રાર્થનાં.
જ્યાં પણ જેમને જે રીતે મદદની જરૂર હોય તે પ્રમાણે તેઓ મદદરૂપ થતાં હોય છે. જાણીતા હોય કે અજાણ્યા ફક્ત તેમને જાણ થતાં જ વાર. ખબર પડતાં જ તેજ ઘડીએ તેઓ હાજર.
Comments
Post a Comment