ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે અરૂણકુમાર અગ્રવાલની નિમણુક. ડૉ.ભગીરથસિંહ પરમારની બઢતી સાથે સુરતમાં નિમણૂંક.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે અરૂણકુમાર અગ્રવાલની નિમણુક. ડૉ.ભગીરથસિંહ પરમારની બઢતી સાથે સુરતમાં નિમણૂંક.
રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી અટકી પડેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણાધિકારીની બઢતી અને બદલીનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં નવસારીમાં શાસનાધિકારી તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ પરમારને બઢતી સાથે બદલી આપી સુરતનાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નિમણુક આપવામાં આવી હતી. જ્યારે સુરત ગભેણી સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી અરૂણકુમાર મદનલાલ અગ્રવાલની બઢતી સાથે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી.

Comments
Post a Comment