Strengthening of Sports Education
માર્ગદર્શિકા
સમગ્ર શિક્ષા દ્વારા સરકારી પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં "Strengthening of Sports Education" કાર્યક્રમ અંતર્ગત ₹ ૧,૦૦૦/- ની ગ્રાન્ટ આપવામાં આવેલ છે. વર્ષ દરમિયાન આ કાર્યક્રમ અંતર્ગત નીચે જણાવેલ મહત્ત્વની પ્રવૃત્તિઓ હાથ ધરવાની રહેશે.
૧. શાળાએ વર્ષ દરમિયાન FIT INDIA કાર્યક્રમ અંતર્ગત નીચેની પ્રવૃત્તિઓ કરવાની રહેશે.
a. FIT INDIA સ્કૂલ વીક (નવેમ્બર/ડિસેમ્બર) ની ઉજવણી
b. FIT INDIA ફ્રીડમ રન (૧૫ ઓગસ્ટ & ૨ ઓકટોબર) નું આયોજન
c. FIT INDIA સ્વચ્છતા કાર્યક્રમ (૨ ઓકટોબર)
d. FIT INDIA સાયક્લોથોન (સાયકલ રેલી) નું આયોજન
e. FIT INDIA ક્વિઝનું આયોજન
૨. શાળાએ “ખેલો ઇન્ડિયા" અને "ખેલ મહાકુંભ'માં યોજાતી સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા.
૩. શાળા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવું.
૪. યોગના ભાગરૂપે નિયમિત યૌગિક ક્રિયાઓ, આસન/પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું.
૫. શાળાના વિધાર્થીઓને ભારતીય ખેલ અને દેશી/સ્થાનિક રમતો પ્રત્યે પ્રોત્સાહિત કરવા અને તેનું વિશેષ આયોજન કરવું.
૬. શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવું અને અલગ અલગ સ્પર્ધાઓમાં વિજેતા વિધાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવાં.
છે. શાળા કક્ષાએ ફરજિયાત “સ્પોટ્સ ક્લબ'ની રચના કરવી.
૮. શાળાએ “ફિટનેસ કા ડોઝ - આઘા ઘંટા રોઝ" કાર્યક્રમ અંતર્ગત શાળાના સમયપત્રકમાં દરરોજ ૩૦ મિનિટ શારીરિક શિક્ષણના તાસનો અભ્યાસક્રમના નિયમિત ભાગરૂપે સમાવેશ કરવો.
૯. વિધાર્થીઓની ફિઝિકલ ફિટનેસ માટેના કાર્યક્રમો યોજવા, જેમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ, વજન, જેવી પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી અને તે અંગેના ઉપકરણોનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે તે મુજબ મુકવા/લગાવવા.
૧૦. વિદ્યાર્થીઓને સ્પોટ્સ કોમ્પ્લેક્સની રૂબરૂ મુલાકાત કરાવવી. શાળાના વિદ્યાર્થીઓ સાથે રમતનું પ્રાથમિક સ્તર માટે આયોજન કરવું.
૧૧. રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા ખેલાડીઓનો પરિચય મળી રહે તેવા કાર્યક્રમોનું આયોજન કરવું અને તેઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રમત-ગમત વિશે રુચિ વધે અને સ્વાસ્થ્ય વિશે કાળજી લેતા થાય તેવી બાબતો જણાવવી.
૧૨. "Strengthening of Sports" કાર્યક્રમ અંતર્ગત શાળાઓ દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ સહીતનો વિગતવાર અહેવાલ નિભાવવો.
ખાસ નોંધ : ગ્રાન્ટનો ઉપયોગ ઉપર જણાવેલ હેતુઓ માટે જ કરવાનો રહેશે. આ ગ્રાન્ટ રમતગમતના સાધનોની ખરીદી માટે નથી, તે માટે અલગથી વ્યવસ્થા ઉપલબ્ધ છે.
Comments
Post a Comment