Skip to main content

બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન.

       બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...

Twinning of schools (Elementary)

 Twinning of schools (Elementary)


માર્ગદર્શિકા


શાળાઓ એકબીજા પાસેથી શ્રેષ્ઠ પદ્ધતિ, પ્રયુક્તિ અને પ્રવિધિઓ શીખી શકે તેવા ઉમદા હેતુથી "શાળાઓ વચ્ચે ભાગીદારી" (Twinning of schools) કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સરકારી શાળાઓ અને અન્ય વિશિષ્ટ રીતે કાર્યરત ખાનગી શાળાઓ પરસ્પર એકબીજાની શાળાઓની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાના અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોથી અવગત થાય અને તે બાબતોનું પોતાની શાળામાં પણ અમલીકરણ કરે તેવો ઉમદા આશય ધરાવે છે. આ કાર્યક્રમ અંતર્ગત એક શાળા (મુલાકાતી શાળા) બીજી શાળા (યજમાન શાળા) સાથે જોડી બનાવે છે.


શાળા મુલાકાતના હેતુઓ :

એકબીજા સાથે જોડાનાર શાળાઓ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરશે.

શિક્ષકો અને વિધાર્થીઓના ઉત્કૃષ્ટ વિચારોના આદાન-પ્રદાન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થશે.

પોતાના નવાચાર તેમજ અન્ય શાળાના નવાચારને જાણી યોગ્ય સંકલન દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિ સાધશે.

બન્ને શાળાઓ એકબીજાની શ્રેષ્ઠ બાબતો સ્વીકારી ક્ષમતાવર્ધન કરશે.

એકબીજાની સારી બાબતો અને ક્ષતિઓ વિશે જાણી શકશે અને સાથે મળીને શીખી શકશે.

એકબીજા સાથે જોડાયેલી શાળાના વિદ્યાર્થીઓ વ્યક્તિગત અને જૂથમાં રહીને વધુ સક્ષમ બનશે.

શિક્ષકોને વધુ સારી અને વધુ અસરકારક અધ્યાપન પદ્ધતિઓ અપનાવવા માટેની તક મળશે.

થીમ ઓફ ટ્વીનીંગ :

શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન

નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન

રમત-ગમતની પ્રવૃત્તિઓનું બંને શાળા વચ્ચે સ્પર્ધાત્મક આયોજન

શાળાકીય આયોજન અને શાળા વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓ જેવી કે, પુસ્તકાલય, ગણિત અને વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ચર્ચા-સંવાદ, ક્વિઝનું આયોજન

વર્ગખંડના શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ અને જાણકારી

સ્થાનિક કલા આધારિત બાબતો

અન્ય સર્જનાત્મક બાબતો


શાળા પસંદગી માટેની પદ્ધતિઓ :


આ કાર્યક્રમ તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક (ધો.૬ થી ૮) ની શાળાઓમાં કરવાનો રહેશે.

શાળા પસંદગી પ્રક્રિયામાં સંબંધિત ક્લસ્ટરના સીઆરસી કો.ઓ.ની ઉપસ્થિતમાં ચર્ચા કરી જે તે ક્લસ્ટર / બ્લોકમાં બે-બે શાળાઓની જોડી બનાવી યાદી ફાઈનલ કરવાની જવાબદારી કમિટીની રહેશે.

સરકારી શાળાનું સરકારી, ગ્રાન્ટેડ, કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને અન્ય બોર્ડ દ્વારા સંચાલિત શાળાઓ સાથે પણ જોડાણ થઇ શકશે. અન્ય બોર્ડ દ્વારા સંચાલિત શાળાઓ સાથે પણ જોડાણ થઇ શકશે.

શાળા પસંદગી માટે તાલુકા કક્ષાએ તાલુકા પ્રાયમિક શિક્ષણાધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજી શાળાઓ નક્કી કરવાની રહેશે. નીચે મુજબ એક કમિટી બનાવવાની રહેશે.

જીલ્લાની તમામ PMSHRI શાળાઓનો પણ સમાવેશ કરવાનો રહેશે.

શાળાની પસંદગી કરતી વખતે શાળાની પ્રવૃત્તિઓની વિશેષતાઓને ધ્યાનમાં રાખવાની રહેશે. શાળામાં જ્ઞાનકુંજ, બાલા, ગ્રીનસ્કૂલ, LBD/ NCERT કિટનો ઉપયોગ, ગણિત-વિજ્ઞાન મંડળ, સ્પોટ્સ, રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન, TLMનો ઉપયોગ, કિચન ગાર્ડન વગેરે જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સારી અને અસરકારક રીતે ચાલતી હોય તેવી શાળાઓને પ્રાધાન્ય આપવાનું રહેશે.

શાળાઓની તેઓના જ ક્લસ્ટર/બ્લોકની અન્ય પસંદ થયેલી શાળાઓ પૈકી બે-બે શાળાઓની પ્રવૃત્તિની વિવિધતા પ્રમાણે જોડી બનાવવાની રહેશે.

પસંદ થયેલ શાળાઓને ₹ ૧૦૦૦/- ની ગ્રાન્ટ મળવાપાત્ર થશે. ખાનગી શાળા આ કાર્યક્રમમાં જોડાઈ શકરો પરંતુ તેને ગ્રાન્ટ મળવાપાત્ર રહેશે નહિ એટલે કે કાર્યક્રમમાં સ્વખર્ચે જોડાવાનું રહેશે.


ટ્વીનીંગ કાર્યક્રમ માટેની સૂચના :


જે બે શાળાઓની જોડી બનશે તે બંને શાળાના ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ, મુખ્ય શિક્ષક તથા ધોરણ ૬ થી ૮ના શિક્ષકો એકબીજાની શાળાની બે તબક્કામાં મુલાકાત કરશે.

દા.ત. 'એ' શાળાની 'બી' શાળા સાથે, અને 'સી' શાળાની 'ડી' શાળા સાથે જોડી બનાવવામાં આવે તો, 'એ' શાળા 'બી' શાળાની મુલાકાત કરશે, અને 'બી' શાળા 'એ' શાળાની મુલાકાત કરશે. આ મુજબ જ 'સી' અને 'ડી' શાળા એકબીજાની મુલાકાત કરશે.

મુલાકાત લેનાર શાળાએ યજમાન શાળામાં પ્રાર્થનાસભાથી શરું કરી પૂર્ણ સમય માટે આ સાથે જણાવેલ દૈનિક આયોજન મુજબ પ્રવૃત્તિઓ/કાર્યક્રમોમાં જોડાવાનું રહેશે.

યજમાન શાળાએ પોતાની શાળામાં ચાલતી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ મુલાકાત લેનાર શાળાના વિદ્યાર્થીઓ જોઈ/સમજી શકે તેમજ ચર્ચા/પ્રશ્નોત્તરી દ્વારા દ્રઢ કરી શકે તેવું આયોજન કરવાનું રહેશે.

કાર્યક્રમના દિવસે બંને શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે માટે શાળા સ્વચ્છતા, જળસંચય, ચર્ચા-સંવાદ, વેશભૂષા, વિવિધ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન કરવાનું રહેશે.

• મુલાકાત લેનાર શાળાના વિધાર્થીઓએ કાર્યક્રમ દરમિયાન પોતાની નોટબુકમાં સમગ્ર કાર્યક્રમનું વિવરણ લખવાનું રહેશે.

મુલાકાત લેનાર શાળાના મુખ્ય શિક્ષક, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ યજમાન શાળાએ યોજેલ શાળાની વિવિધ પ્રવૃત્તિમાં/કાર્યક્રમમાં જોડાવાનું રહેશે અને કોઈ પ્રવૃત્તિ શીખવા ઈચ્છા ધરાવતા હોય તો યજમાન શાળાનાં શિક્ષક બંને શાળાના મુખ્ય શિક્ષકોની સહમતી મેળવીને એક દિવસ પૂરતા બીજી શાળામાં જઈને વધુ માર્ગદર્શન અને સહયોગ આપી શકશે.

મુલાકાત લેનાર શાળાના મુખ્ય શિક્ષકશ્રી, શિક્ષકો અને વિધાર્થીઓએ યજમાન શાળાની વિશેષતાઓ જ્ઞાનકુંજ, બાલા, ગ્રીનસ્કૂલ, LBD/ NCERT કિટનો ઉપયોગ, ગણિત-વિજ્ઞાન મંડળ, સ્પોટ્સ, રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન, TLMનો ઉપયોગ, કિચન ગાર્ડન શાળા દ્વારા હાથ ધરવામાં આવેલ ઇનોવેટીવ પ્રકલ્પો વગેરે બાબતે પોતાના અભિપ્રાય/સૂચન લખી યજમાન શાળાના મુખ્ય શિક્ષકશ્રીને આપવાના રહેશે.

કાર્યક્રમ દરમિયાન યોજાયેલ પ્રવૃત્તિઓમાં સીઆરસી કો.ઓ. રૂબરૂ ઉપસ્થિત ન થઇ શકે તો પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને મોનીટરીંગ કરવાનું રહેશે અને જરૂરી માર્ગદર્શન/પ્રોત્સાહન આપવાનું રહેશે.

શાળા સ્થાનિક રીતે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા તજજ્ઞશ્રીઓને સ્માર્ટ ક્લાસની સુવિધા વડે ઓનલાઈન જોડી શકે છે.


ગ્રાન્ટ ફાળવણી અને ખર્ચની વિગત :


કાર્યક્રમ માટે શાળા દીઠ ₹ ૧૦૦૦/- (એક હજાર પૂરા) ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

કાર્યક્રમનાં દિવસે વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમ માટે સદર ગ્રાન્ટમાંથી ખર્ચ કરવાનો રહેશે.

શાળા મુલાકાત દરમિયાન ટ્રાન્સપોર્ટ ખર્ચ તેમજ ઉક્ત પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર અને વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવા માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી શકાશે.

ખાનગી શાળાએ સ્વખર્ચે જોડાવાનું રહેશે. ખાનગી શાળાને ખર્ચ માટે ગ્રાન્ટ મળવાપાત્ર રહેશે નહિ.

. તમામ શાળાઓએ કાર્યક્રમના ફોટોગ્રાફ્સ સહીતનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો રહેશે.



Comments

Popular posts from this blog

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

 Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર...

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

                     Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ. ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન. બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન. આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી. બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદ...