ખેરગામ દાદર.ફ ચીખલી રોડ ખાતે ફળિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન 2 આયોજન કરવામાં આવ્યું.
ખેરગામ દાદરી ફ. ચીખલી રોડ ખાતે ફળિયામાં ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મયુર બ્લાસ્ટર અને દિપક લાયન્સ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં મયુર બ્લાસ્ટર ટીમ વિજેતા જાહેર થઈ હતી
આ પ્રસંગે ડોક્ટર રવિન્દ્રભાઈ પાલી બા દાંત દવાખાનું તરફથી ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવી હતી પ્રેયા મોબાઇલ તરફથી ફાઇનલમાં આવેલા દરેક ખેલાડીને ગીફ્ટ આપવામાં આવી હતી ત્યારબાદ ત્યારબાદ શ્રી ગણેશ પેટ્રોલિયમ નાનુભાઈ લાડ દ્વારા બેસ્ટ બેસમેન બેસ્ટ બોલર મેન ઓફ ધ સિરીઝ ની ટ્રોફી આપવામાં આવી હતી જેમાં ટીશર્ટનો સંપૂર્ણ ખર્ચ ખેડૂત એગ્રો ખેરગામ દિવ્યેશભાઈ પટેલ અને ઝલર્ક સોલાર સિસ્ટમ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે દરેક ખેલાડીને જમવાની વ્યવસ્થા અને પ્રસર્ગોની જમવાની વ્યવસ્થા સંપૂર્ણ જવાબદારી એચ એમ મોલ શ્રી હરી ડેરી અને વિશ્વાસ પ્રોવિઝનલ સ્ટોર દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના આગેવાન દિપક પટેલ જણાવ્યું હતું જેટલા ભાવી મિત્રોએ આ ટુર્નામેન્ટમાં સાથ સહકાર આપ્યો છે એ બધાનો આભાર માનું છું રાજકારણની દુનિયામાં ફળિયામાં રાજકારણ ના થાય તેને ધ્યાનમાં રાખીને ફળિયામાં એકતા બની રહે એક બીજા ભાઈચારો બની રહે માટે આ ફળિયા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
Comments
Post a Comment