ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું.
ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું.
આ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં દરેક રાજ્યના આદિવાસી પ્રતિનિધિઓ તથા વિદેશમાંથી પણ આદિવાસી પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે. આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્યાન લાખો આદિવાસી ભાઈ-બહેનો એકત્ર થવાનું આયોજક આગેવાનો જણાવી રહ્યા છે.
આયોજક દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે કે આ કાર્યક્રમ માટે દાન આપવા માંગતા હોય તો ગૃપના યુવાનોનો સંપર્ક કરી દાન નોંધાવી શકે છે.
ખેરગામ બિરસા મુંડા ગૃપના આગેવાનો દ્વારા આ કાર્યક્રમને આખરી ઓપ આપવા સતત રાતદિવસ સેલવાસ ખાતે ખડેપગે હાજરી આપી રહ્યા છે. જેમાં ખેરગામ આદિવાસી યુવા આગેવાન આશિષ પટેલ (dgvcl સર્કલ સેક્રેટરી), જયેશભાઈ પટેલ(LIC), દિવ્યેશભાઈ પટેલ(એગ્રો ખેરગામ), મહેશભાઈ(પાટી), જીજ્ઞેશભાઈ પટેલ(શિક્ષક), જીગ્નેશભાઈ, અનિલભાઈ, અશોકભાઈ, બ્રીજેશભાઈ જેવા આગેવાનોનો સમાવેશ થાય છે. જેઓ સમાજના સામજિક ઉત્થાન કાર્યક્રમ હોય કે સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, તેઓ પોતાનું યોગદાન આપવા હંમેશાં આગળ રહેતા હોય છે.



Comments
Post a Comment