દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ ખેરગામ, તા. 17 જૂન 2026: શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી શાળાના તમામ ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દાતાશ્રીના આ સેવાકીય યોગદાનને શાળા પરિવાર, વાલીઓ તેમજ ગ્રામજનોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ, દત્ત આશ્રમના સંચાલક આદિત્યભાઈ, કુમારી ખુશી તેમજ અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા તેમજ શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા દાતાશ્રી દિનેશભાઈ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીન...
ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી.
ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ઉનાઇ મંદિરે માતાજી સમક્ષ શીશ ઝૂકાવી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી.
(નવસારી : ગુરુવાર ) મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી રાજ્યના વન વિભાગ રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવના અવસરે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ આ અભિયાનરૂપે ઉનાઈ માતા મંદિર પરિસરની સાફ-સફાઈ કરી હતી. તેમણે ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.





Comments
Post a Comment