ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
૧૩ મી જાન્યુઆરીનાં દિને ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે માઉલી માતા મંદિર પટાંગણમાં વનવિભાગ ગુજરાત સરકાર દ્વારા નવનિર્મિત પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને ગણદેવી માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ શ્રોતાજનોને પર્યાવરણના જતન થકી સમાજની સેવા કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નવસારી જિ.પં. પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઇ, નવસારી જિલ્લા સદસ્ય ભીખુભાઈ આહિર, ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો, અધિકારીગણ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




Comments
Post a Comment