Skip to main content

દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ

 દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ ખેરગામ, તા. 17 જૂન 2026: શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી શાળાના તમામ ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દાતાશ્રીના આ સેવાકીય યોગદાનને શાળા પરિવાર, વાલીઓ તેમજ ગ્રામજનોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ, દત્ત આશ્રમના સંચાલક આદિત્યભાઈ, કુમારી ખુશી તેમજ અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા તેમજ શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા દાતાશ્રી દિનેશભાઈ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીન...

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

         Khergam :  ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું.

તેમનાં વિશિષ્ટ કાર્યોમાં  જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ માટે માટીપુરાણ,શાળા મેદાનમાં વિવિધ વૃક્ષોનું વાવેતર અને જતન જેવા વિશિષ્ટ કાર્યોનો સમાવેશ થાય છે.

તેમણે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કરેલી કામગીરીમાં કોરોના સમયમાં પ્રા.શાળા વાડ ગામમાં અનાજ વિતરણ, ઇકો કલબના માધ્યમથી કિચન ગાર્ડન તથા શાળા સ્વચ્છતા પર વિશેષ ધ્યાન, શાળા રામહાટ કુછ ખોયા પાયા જંક કોર્નર પક્ષીઘર, અક્ષય પાત્ર જેવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે વિશેષ યોગદાન, ચિત્ર સ્પર્ધાની તૈયારી,શાળામાં વિવિધ રમતોનું આયોજન, શાળા કક્ષાએ થતા વિવિધ કાર્યક્રમોમાં ઉદઘોષકની કામગીરી, એક ભારત શ્રેષ્ઠ ભારત ની ઉજવણી, NMMS પરિક્ષાની તૈયારી, વર્ષ-૨૦૨૨-૨૩ મો તાલુકા કક્ષા સુધી વિજ્ઞાન મેળામાં ભાગીદારી, ટવીનીંગ કાર્યક્રમની ભાગીદારી (વાડ મુખ્ય પ્રા. શાળ- કન્યા શાળા), શાળા સ્વચ્છતા, આરોગ્યમાં ભાગીદારી, પુસ્તકાલયની જાળવણી, કેન્દ્ર કક્ષાએ પ્રયોગશાળાની મુલાકાત પ્રવાસ આયોજનમાં ભાગીદારી, પ્રોજેક્ટ બનાવવા, શાળાની online વહિવટી કામગીરીમાં મદદ કરવી જેવી કામગીરી મહેનત ખંતથી કરી હતી.


મહત્વની મુખ્ય બાબત તાલુકા કક્ષાની વહીવટી કામગીરીમાં તેમનું સવિશેષ યોગદાન રહ્યું છે. તેમજ તાલુકા કક્ષાની કોઈ પણ સ્પર્ધાઓ કે વિજ્ઞાન મેળા જેવા કાર્યક્રમનાં આયોજનમાં તેમની વિશિષ્ટ ભૂમિકા હોય છે. તાલુકાનાં ઉચ્ચત્તર પગારની કામગીરી પરિવારના ભોગે પણ ઘરે કરતા હોવાનું તાલુકાનાં શિક્ષકવર્તુળ પાસેથી જાણવા મળેલ છે. તેઓ ટેકનોલોજીના એક્સપર્ટ હોવા છતાં તેઓ એ બાબતે કદી બડાઈ મારતા નથી.  તેઓ મિતભાષી, કોઈ પણ કામગીરી  ગંભીરતા  અને જવાબદારીપૂર્વક પૂર્ણ કરવું, સમય પાલનના આગ્રહી, જેવી બાબતે તેમના વ્યક્તિત્વમાં પરિપક્વતાનાં દર્શન થાય છે. એવા ઘણા બધા તેમના જમા પાસા છે. ખેરગામ સિવાયના વલસાડ જિલ્લાના અન્ય તાલુકાનાં શિક્ષકો માટે પણ  વહીવટી કામગીરી બાબતે હરહંમેશ માટે મદદરૂપ થતાં રહે છે. જે બાબતની માહિતી જેતે તાલુકાનાં શિક્ષકોના મુખે જાણવા મળેલ છે. જેવી બાબતો માટે સન્માનની પાત્રતા ધરાવે છે.  હકીકતમાં, ધર્મેશ પટેલ બેવડું સન્માનની પાત્રતા  ધરાવે છે.

આ પ્રસંગે ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કુમાર શાળાનાં આચાર્યશ્રી તથા ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રી તથા વાડ શાળાનાં આચાર્યશ્રી કિરીટભાઈ પટેલ, ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલ, વાડ ગામના આગેવાન ચેતનભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલ દ્વારા તેમને મળેલ બેવડું સન્માન માટે  હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ.

ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ. ઇસ્લામ ધર્મના પવિત્ર મહોરમ પર્વની ખેરગામમાં ઉજવણી કોમી એકતાના રંગે રંગાઈ હતી. કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં યોજાતા આ પર્વ નિમિત્તે રવિવારે ખેરગામમાં ભવ્ય તાજીયા ઝુલૂસ શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવ્યું. મુસ્લિમ મહોલ્લામાંથી શરૂ થયેલું આ ઝુલૂસ ચારરસ્તા, મેઈન બજાર અને પોસ્ટ ઓફિસ માર્ગે આગળ વધી અને મસ્જિદ તેમજ મુસ્લિમ મહોલ્લામાં વિસર્જન માટે સમાપ્ત થયું. ત્યારબાદ ઔરંગા નદી ખાતે તાજીયાઓને ટાઢા કરવામાં આવ્યા. ઝુલૂસ પૂર્વે રાત્રે કલાત્મક રીતે શણગારેલ તાજીયાનું પાયલોટ ઝુલૂસ પણ નીકળ્યું હતું. હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. હિન્દુ સમાજના આગેવાનો જેવા કે સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ, વેપારી અગ્રણી શ્રી પંકજભાઈ મોદી, શ્રી અંકુર શુક્લ, ભાજપ મહામંત્રી શ્રી વિજય રાઠોડે મુસ્લિમ આગેવાનો જેવા કે માજી મુતવલી ઝમીરભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, શોએબભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, મુતવલ્લી ગુલામભાઈ શેખ અને મોઈન મોટરવાળાનું ફૂલહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. શાંત...