નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉 ખેરગામ, તા. ૧ ઓગસ્ટ: SB KHERGAM OFFICIAL પરિવાર તરફથી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલ ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શિક્ષકોના હિતોની રક્ષા, શિક્ષણક્ષેત્રના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આપ આપી રહેલા નિષ્ઠાપૂર્વકના નેતૃત્વ અને સેવાભાવને સંગઠન દ્વારા હંમેશા બિરદાવવામાં આવે છે. શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે આપનું સમર્પિત કાર્ય સૌ માટે પ્રેરણાદાયી રહ્યું છે. આ શુભ અવસરે SB KHERGAM OFFICIAL પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને સતત સફળતા પ્રાપ્ત થાય તેમજ આપ શિક્ષક સમાજની સેવા માટે સતત નવી ઊંચાઈઓ સર કરતા રહો. – SB KHERGAM OFFICIAL પરિવાર
Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.
તારીખ ૨૮-૦૨-૨૦૨૪નાં દિને અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬થી૮નાં બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શાળાની દીકરીઓ આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રયોગોનો ડેમો રજૂ કર્યો હતો. સરકારશ્રીએ સરકારી શાળાઓમાં સાયન્સ લેબ શરૂ કરવાથી બાળકો વિજ્ઞાનમાં રસ લેતાં થયા છે.





Comments
Post a Comment