દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ ખેરગામ, તા. 17 જૂન 2026: શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી શાળાના તમામ ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દાતાશ્રીના આ સેવાકીય યોગદાનને શાળા પરિવાર, વાલીઓ તેમજ ગ્રામજનોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ, દત્ત આશ્રમના સંચાલક આદિત્યભાઈ, કુમારી ખુશી તેમજ અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા તેમજ શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા દાતાશ્રી દિનેશભાઈ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીન...
Khergam: કન્યાશાળા ખેરગામ ખાતે 'રાષ્ટ્રીય વિજ્ઞાન' દિવસની ઉજવણી કરાઇ.
તારીખ : ૨૮-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ કન્યા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં ખેરગામના મહિલા અગ્રણી જિજ્ઞાબેન પટેલના હસ્તે વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક વિભાગના અને ઉચ્ચત્તર વિભાગના બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ રમકડાઓનું નિર્માણ કરવામાં આવ્યાં હતાં. જેનું તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચશ્રી કાર્તિક પટેલ, એસ.એમ.સી.નાં સભ્યો અને શિક્ષકો સહિત બાળકો જોડાયાં હતાં. કન્યા શાળા ખેરગામનાં આચાર્યશ્રી ભરતભાઈ સુથાર દ્વારા ભાગ લીધેલ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.





Comments
Post a Comment