Skip to main content

નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું.

   નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

 Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી.

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી.

સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર્થીઓને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને તેની માનવજાત સાથેની જોડાણ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ઝેરી અને બિન ઝેરી સર્પ દંશ બાબતે પ્રાથમિક સારવાર દરમ્યાન કઈ કઈ બાબતે કાળજી અને સાવધાની રાખવી તેની વિગતે માહિતી આપી હતી.

 તેમજ નિષ્ણાતોના પ્રવચનોમાં  પર્યાવરણ નિષ્ણાત અને ફોરેસ્ટ  ઓફિસરો દ્વારા કાર્યક્રમ અનુરૂપ પ્રવચનો કરવામાં આવ્યા હતા.  જેમાં શ્રી પ્રગ્નેશભાઈ રાઠોડ (એજયુકેશન ઓફિસર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર )ડો. મહર્ષિ પંડયા (સિનીયર સાઈન્ટીસ ઓફિસર, ધરમપુર) ,શ્રી દક્ષયભાઈ આહીર ,Ex. Army (વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ નવસારી),શ્રીમતી પ્રતિભાબેન આઈ. પટેલ (રેંજ ફોરેસ્ટ ઓફિસર, હનમતમાળ), શ્રીમતી હિનાબેન એસ. પટેલ (રેંજ ફોરેસ્ટ ઓફિસર, પંગારબારી),શ્રી હિરેનકુમાર ડી. પટેલ (રેંજ ફોરેસ્ટ ઓફિસર, ધરમપુર) દ્વારા વૈશ્વિક કટોકટી અને વન્ય પ્રાણીઓના રહેઠાણનું બગાડ થવા અંગે માહિતી આપવામાં આવી. વન્યજીવન નિષ્ણાતો દ્વારા વન્યપ્રાણીઓના સંરક્ષણમાં નવી ટેક્નોલોજીનાં ઉપયોગ વિશે ચર્ચા કરવામાં આવી.

વન્યપ્રાણી સપ્તાહ દર વર્ષે વૈશ્વિક સ્તરે જાનવર અને તેઓનાં વસવાટના સ્થળોને સુરક્ષિત કરવા અને જાળવી રાખવાના પ્રયાસરૂપે  ઉજવવામાં આવે છે. આ સ્નેહપૂર્ણ જીવનશૈલી અને નૈતિક જવાબદારી તરફના આપણા કદમોને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

તાલુકા કક્ષાએ  વિવિધ સંસ્થાઓમાં  ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં નિબંધ સ્પર્ધામાં BRS કોલેજ ધરમપુરના વૈજલ આનંદભાઈ મોહનભાઇ પ્રથમ ક્રમાંક, ચૌહાણ હાર્દિકભાઈ  મુકેશભાઈ દ્વિતીય ક્રમાંક અને મહાકાળ નેહાલીબેન ઈશ્વરભાઈ તૃતિય ક્રમાંક મેળવ્યો હતો જેઓને ડૉ. ધીરુભાઈ પટેલ ના હસ્તે શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

જ્યારે ચિત્ર સ્પર્ધા બે પ્રાથમિક શાળાઓમાં  યોજાઈ હતી જેમાં  પ્રથમ શાળા ધામણી પ્રાથમિક શાળામાં દેવળીયા અક્ષરાબેન યોગેશભાઇ પ્રથમ ક્રમાંક, ચૌધરી વૈશાલીબેન બિસ્તુભાઈ દ્વિતીય ક્રમાંક અને ચૌધરી દિવ્યાબેન બિસ્તુભાઇ તૃતિય ક્રમાંક મેળવ્યો હતો તેઓને ડૉ. મહર્ષિ પંડ્યા ના હસ્તે શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.


દ્વિતીય શાળા તરીકે  મોટી ઢોલ ડુંગરી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધામાં  પટેલ નીલકુમારી ઉક્કડભાઈ પ્રથમ ક્રમાંક, પટેલ ઐશ્વરી અનિલકુમાર દ્વિતીય ક્રમાંક અને પટેલ હીનાલીકુમારી અમૃતભાઈએ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો જેઓને RFO શ્રી એચ. ડી .પટેલ સાહેબશ્રી ના હસ્તે શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વલસાડ અને ધરમપુરનાં પત્રકારશ્રીઓમાં ભરતભાઈ પાટીલ, રફિકભાઈ, મુકેશભાઈ,  ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઔધાગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી તેમજ ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ મનિષભાઇ,પ્રવીણભાઈ,કનુભાઈ TCPL કોર્ડિંનેટેર  સુજલભાઈ સહિત તમામ સ્ટાફ મિત્રો, તાલીમાર્થીઓ, BRS કોલેજના વિદ્યાર્થીઓ, બંને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વન વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં

 પ્રાણી સપ્તાહની ઉજવણી સફળ રહી. વિધાર્થીઓ અને સમાજના સભ્યોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમથી લોકોને વન્ય પ્રાણીઓ પ્રત્યેની જવાબદારી અને તેમની સુરક્ષાના મહત્વ વિશે વધુ જ્ઞાન મળ્યું હતું.

પર્યાવરણ મંત્રીએ પોતાના સંદેશામાં કહ્યું છે કે, "વન્યપ્રાણીઓ આપણા પર્યાવરણનું મહત્વપૂર્ણ ભાગ છે. તેમની સન્માન સાથે રક્ષા કરવી અને તેમનાં આસ્તિત્વને જાળવી રાખવી આપણા સર્વનો મુખ્ય ધ્યેય છે. ચાલો, આપણે મળીને આ અભિયાનને વધુ મજબૂત બનાવીએ."

Comments

Post a Comment

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ

  પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ આજના સમાજમાં સંબંધોની મજબૂતી માટે પરસ્પર વિશ્વાસ અને સન્માન સૌથી મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે પતિ પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવે કે "આ બાળક મારું નથી, પણ તારા પપ્પાનું છે," ત્યારે એ માત્ર એક દંપતી નહીં, પણ સમગ્ર કુટુંબ અને સમાજ માટે વિચલિત કરનાર ઘટના બની શકે. 1. આવા પુરુષનું માનસશાસ્ત્ર: આ પ્રકારના પુરુષને વિવિધ કેટેગરીમાં મૂકી શકાય: 1. શંકાસ્પદ અને અસુરક્ષિત: આવા લોકો પોતાની પત્ની પર અવિશ્વાસ રાખે છે અને સામાન્ય બાબતોમાં પણ શંકા કરે છે. તેઓના મનમાં હંમેશાં કોઈકને કોઈ શંકા ગૂંથાયેલી હોય છે. 2. પિતૃત્વ અને આધિપત્યની ભ્રાંતિ ધરાવતો: એવા પુરુષોને લાગે છે કે પત્ની પર એક માત્ર તેમનું અધિકાર છે. જ્યારે પત્ની તેમની અપેક્ષા મુજબ વર્તન ન કરે, ત્યારે તેઓ તેને અપમાનિત કરવા માટે આવા શબ્દો વાપરે છે. 3. હિંસક અને માનસિક દુર્વ્યવહાર કરનારો: કેટલાક પતિઓ આ પ્રકારના આરોપ લગાવીને પત્ની પર માનસિક અથવા શારીરિક હિંસા કરવા માટે માનસિક રીતે તૈયાર રહે છે. 2. આવા પુરુષને શું કહેવું જોઈએ? "જો તમને શંકા હોય, તો તમા...

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

    વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી ર...