ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.
આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.
આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમાર-કન્યા-મિશ્ર) માં ધોરણ-૯ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે.
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :- તા. ૨૧/૦૩/૨૦૨૪ (બપોરે ૧૨.૦૦ કલાક) થી તા. ૦૫/૦૪/૨૦૨૪ (સાંજે- ૬.૦૦ કલાક)
ઓનલાઇન ફોર્મ ભરવા માટે official website
https://ans.orpgujarat.com
ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી સૂચનાઓ:
- હાલ વિધાર્થી જે તે શાળામાં ધોરણ -૮ માં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રી પાસેથી
- વિધાર્થીનો ૧૮ આંકડાનો (Student U-DISE Number) મેળવીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- વિધાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મનપસંદ શાળા અને પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા. • વિધાર્થી એ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી (Size-20 KB ) jpg format )નો નમૂનો સાથે રાખવો જે અપલોડ કરવાનો રહેશે.
- ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તે ફોર્મ ની પ્રિન્ટ ડાઉનલોડ કરીને પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે.
- ઓનલાઈન ફોર્મ ભર્યા હોય તે જ વિધાર્થીઓએ ઓનલાઈન હોલટીકીટ (પ્રવેશ પત્ર) ડાઉનલોડ કરવાની રહેશે.
- હોલટીકીટ (પ્રવેશ પત્ર ) તારીખ ૨૦/૦૪/૨૦૨૪ પછી ડાઉનલોડ કરી શકાશે.
- હોલટીકીટ (પ્રવેશ પત્ર) ડાઉનલોડ કરવાની વેબસાઇટ: https://ans.orpgujarat.com
- પ્રવેશ પરીક્ષામા ધોરણ - ૮ ના અંગ્રેજી, ગુજરાતી હિન્દી, ગણિત, વિજ્ઞાન તેમજ બુધ્ધીમતા ને લગતા વિષયો માથી કુલ ૧૦૦ માર્ક ના વૈકલ્પિક પ્રશ્નો પુછવામા આવશે.
- પ્રવેશ પરીક્ષાની તારીખ:- તા.૨૮/૦૪/૨૦૨૪ (રવિવાર)
- પરિણામ ની તારીખ: https://ans.orpgujarat.com વેબસાઇટ પર મુકવા મા આવશે.
- ફોર્મ ભરવામા કોઈ મુશ્કેલી જણાય તો નજીક ની આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવો.

Comments
Post a Comment