ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
Khergam (vad):ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ.
ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં તારીખ ૨૨/૦૩/૨૦૨૪ ને શુક્રવારના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉપશિક્ષિકા શ્રીમતી કીર્તિદા જે. પટેલ એ વિશ્વ જળ દિવસનો મહિમા તેમજ પાણીની ઉપયોગીતા અંગે માહિતી આપી આપી હતી આ ઉપરાંત વિશ્વ જલ દિવસ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ જળનું મહત્વ દર્શાવતા ચિત્રો દોર્યા હતા.વિશ્વ જળ દિવસની ઉજવણીની કરવા બદલ ખેરગામ તાલુકાના BRC Co. વિજયભાઈ દ્વારા શાળા પરિવારને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Comments
Post a Comment