ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
Khergam: ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા બ્રીજનું ખાતમુહૂર્ત કરાયું.
Khergam: ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા બ્રીજનું ખાતમુહૂર્ત કરાયું.
આજરોજ તારીખ ૧૫-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા વર્ષો જૂની માંગણી વાળા નાંધઈ વેદાશ્રમથી ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ પર મેજર બ્રીજ કન્સ્ટ્રક્શનના અંદાજિત ₹5.78 કરોડ કરતાં વધુ રકમના કાર્યનું પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની સાથે ખાતમૂહુર્ત કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ગ્રામજનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા.
આ જ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના હોદ્દેદારો,ખેરગામ તાલુકાનાં હોદ્દેદારો,અધિકારીઓ, સામજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.







Comments
Post a Comment