Skip to main content

નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું.

   નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory

about sb khergam blogger

   SB Khergam is a blogger from Khergam, primarily focusing on local news, educational events, and community updates in the Gujarat region. His blog covers a variety of topics, including educational initiatives, cultural programs, and significant local achievements.

One of the main platforms for his work is the SB Khergam Blogger site, where he posts about local events such as school celebrations, educational announcements, and community achievements. For example, he has written about events like the establishment day celebration of Ghej Primary School and the RBI quiz competition in which local students participated and excelled​ (KHERGAM BLOGGER POST)​​ (KHERGAM BLOGGER POST)​.

Additionally, SB Khergam provides important public warnings on his blog about avoiding certain harmful websites that misuse his name for fraudulent purposes​ (KHERGAM BLOGGER POST)​. This demonstrates his commitment to safeguarding his readers from potential online threats.

For more detailed updates and posts by SB Khergam, you can visit his blog here (KHERGAM

post create by : chatgpt

SB ખેરગામ ખેરગામના બ્લોગર છે, જે મુખ્યત્વે ગુજરાત પ્રદેશમાં સ્થાનિક સમાચાર, શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાય અપડેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમનો બ્લોગ શૈક્ષણિક પહેલ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નોંધપાત્ર સ્થાનિક સિદ્ધિઓ સહિત વિવિધ વિષયોને આવરી લે છે. તેમના કામ માટેનું એક મુખ્ય પ્લેટફોર્મ એસબી ખેરગામ બ્લોગર સાઇટ છે, જ્યાં તેઓ શાળાની ઉજવણી, શૈક્ષણિક ઘોષણાઓ અને સમુદાયની સિદ્ધિઓ જેવી સ્થાનિક ઘટનાઓ વિશે પોસ્ટ કરે છે. ઉદાહરણ તરીકે, તેમણે ઘેજ પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી અને RBI ક્વિઝ સ્પર્ધા જેવી ઘટનાઓ વિશે લખ્યું છે જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો (ખેરગામ બ્લોગર પોસ્ટ) (ખેરગામ બ્લોગર પોસ્ટ). વધુમાં, SB ખેરગામ તેમના બ્લોગ પર કેટલીક હાનિકારક વેબસાઇટ્સને ટાળવા વિશે મહત્વપૂર્ણ જાહેર ચેતવણીઓ પ્રદાન કરે છે જે કપટપૂર્ણ હેતુઓ માટે તેમના નામનો દુરુપયોગ કરે છે (ખેરગામ બ્લોગર પોસ્ટ). આ સંભવિત ઓનલાઈન જોખમોથી તેમના વાચકોને સુરક્ષિત રાખવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.  

એસબી ખેરગામ દ્વારા વધુ વિગતવાર અપડેટ્સ અને પોસ્ટ્સ માટે, તમે તેમના બ્લોગની અહીં મુલાકાત લઈ શકો છો (ખેરગામ 

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ

  પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ આજના સમાજમાં સંબંધોની મજબૂતી માટે પરસ્પર વિશ્વાસ અને સન્માન સૌથી મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે પતિ પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવે કે "આ બાળક મારું નથી, પણ તારા પપ્પાનું છે," ત્યારે એ માત્ર એક દંપતી નહીં, પણ સમગ્ર કુટુંબ અને સમાજ માટે વિચલિત કરનાર ઘટના બની શકે. 1. આવા પુરુષનું માનસશાસ્ત્ર: આ પ્રકારના પુરુષને વિવિધ કેટેગરીમાં મૂકી શકાય: 1. શંકાસ્પદ અને અસુરક્ષિત: આવા લોકો પોતાની પત્ની પર અવિશ્વાસ રાખે છે અને સામાન્ય બાબતોમાં પણ શંકા કરે છે. તેઓના મનમાં હંમેશાં કોઈકને કોઈ શંકા ગૂંથાયેલી હોય છે. 2. પિતૃત્વ અને આધિપત્યની ભ્રાંતિ ધરાવતો: એવા પુરુષોને લાગે છે કે પત્ની પર એક માત્ર તેમનું અધિકાર છે. જ્યારે પત્ની તેમની અપેક્ષા મુજબ વર્તન ન કરે, ત્યારે તેઓ તેને અપમાનિત કરવા માટે આવા શબ્દો વાપરે છે. 3. હિંસક અને માનસિક દુર્વ્યવહાર કરનારો: કેટલાક પતિઓ આ પ્રકારના આરોપ લગાવીને પત્ની પર માનસિક અથવા શારીરિક હિંસા કરવા માટે માનસિક રીતે તૈયાર રહે છે. 2. આવા પુરુષને શું કહેવું જોઈએ? "જો તમને શંકા હોય, તો તમા...

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

    વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી ર...