ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
અમદાવાદના શિક્ષિકા jenet christainને ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન - 2024 એવોર્ડથી સન્માનિત.
12 May 2024 Mother's Day ના વિશેષ દિવસે આજ રોજ કલોલ ગાંધીનગરમાં "જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન" દ્વારા "ગુજરાત ગૌરવ સન્માન 2024"નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી શિક્ષક ભાઈ બહેનોને તેઓના ક્ષેત્રમાં કરેલ કામગીરીને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આદરણીય મદદનીશ સચિવ શ્રી પુલકિત ભાઈ જોષી (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ) દ્વારા ટ્રોફી અને શ્રી તખુભાઈ સાંડસુંર સાહેબશ્રીના વરદ હસ્તે સન્માનપત્ર આપીને શિક્ષિકા jenet Christianનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું તે બદલ જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન ના તમામ સભ્યોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.



Comments
Post a Comment