દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ ખેરગામ, તા. 17 જૂન 2026: શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી શાળાના તમામ ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દાતાશ્રીના આ સેવાકીય યોગદાનને શાળા પરિવાર, વાલીઓ તેમજ ગ્રામજનોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ, દત્ત આશ્રમના સંચાલક આદિત્યભાઈ, કુમારી ખુશી તેમજ અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા તેમજ શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા દાતાશ્રી દિનેશભાઈ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીન...
Khergam : ખેરગામ ખાખરી ફળિયા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.
તારીખ 27-06-2024નાં દિને ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ અને ગામનાં માહિલા સરપંચ ઝરણાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહેમાનોએ શાળામાં પ્રવેશ મેળવી રહેલા નાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.ખેરગામ કુમાર શાળા અને કન્યાશાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ-1માં 3 કુમાર અને ૩ કન્યાઓ મળીને 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.







Comments
Post a Comment