Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉

      નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉 ખેરગામ, તા. ૧ ઓગસ્ટ: SB KHERGAM OFFICIAL પરિવાર તરફથી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલ ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શિક્ષકોના હિતોની રક્ષા, શિક્ષણક્ષેત્રના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આપ આપી રહેલા નિષ્ઠાપૂર્વકના નેતૃત્વ અને સેવાભાવને સંગઠન દ્વારા હંમેશા બિરદાવવામાં આવે છે. શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે આપનું સમર્પિત કાર્ય સૌ માટે પ્રેરણાદાયી રહ્યું છે. આ શુભ અવસરે SB KHERGAM OFFICIAL પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને સતત સફળતા પ્રાપ્ત થાય તેમજ આપ શિક્ષક સમાજની સેવા માટે સતત નવી ઊંચાઈઓ સર કરતા રહો. – SB KHERGAM OFFICIAL પરિવાર

નાનાં પોંઢા : ભગવાન બીરસા મુંડાનું સ્ટેચ્યુ નાનાપોંઢા સર્કલ ઉપર મૂકવા અંગે આદિવાસી સમાજની મીટીંગનું આયોજન કરાયું.

  નાનાં પોંઢા : ભગવાન બીરસા મુંડાનું સ્ટેચ્યુ નાનાપોંઢા સર્કલ ઉપર મૂકવા અંગે આદિવાસી સમાજની મીટીંગનું આયોજન કરાયું.

      નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત નાનાપોંઢાના ચાર રસ્તા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડા નું સ્ટેચ્યુ મૂકવા અંગે આજ રોજ નાનાપોંઢા ગ્રામપંચાયત હોલ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કપરાડા તાલુકાનાં ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ ગાંવિત, નાનાપોંઢા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ ધરમપુર તાલુકાના આદિવાસી એકતા પરિષદનાં સક્રિય કાર્યકર્તા એવાં કમલેશભાઈ પટેલ કપરાડા તાલુકાના આદિવાસી એક્તા પરિષદનાં સક્રિય કાર્યકર્તા એવાં ડૉ દિનેશભાઇ ખાંડવી, ગમનભાઈ ગાંવિત, મનાલા ગામ ના સરપંચ શ્રી જયેન્દ્રભાઈ ગાંવિત , નાનાપોંઢા ગામના તેમજ કપરાડા તાલુકાના જુદા જુદા ગામના સરપંચશ્રીઓ તેમજ તમામ આદિવાસી સમાજ ના મિત્રો આજ ની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

     સૌ પ્રથમ રમેશભાઈ ગાંવિત દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું જેમાં નાનાપોંઢા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડા સર્કલ નામાભિધાન સાથે સ્ટેચ્યુ મૂકવા સબંધી વાતો કરવામાં આવી સાથે સાથે સૌ કપરાડા તાલુકા ના નવયુવાનો ને રાજકીય પક્ષા પક્ષી ભૂલી માત્ર નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધામ ધૂમથી મનાવવા હાકલ કરી હતી.

     કપરાડા તાલુકાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી દ્વારા આયોજિત આ મિટિંગમાં ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી એ પણ એમના પ્રાંગિક પ્રવચનમાં ખૂબજ વિનમ્ર ભાવે કપરાડા તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓને રાજકીય પક્ષ ભાજપ,કોંગ્રેસ ,આમઆદમી જેવા ભેદો ભૂલી સમાજ ને આદિવાસી સમાજ સંસ્કૃતિ બચાવવા આગળ આવવા હાકલ કરી હતી તેમજ આ બિરસા  ભગવાન ની મૂર્તિ કોઈ એક માણસના યોગદાનથી નહિ પણ સમગ્ર કપરાડા તાલુકાના આદિવાસી સમાજ ના ભાઈઓ બહેનો યોગદાન આપે અને આ સમાજ ના કાર્યક્રમ માં ભાગ લેવા અપીલ કરી હતી. તેમજ આદિવાસી સંસ્કૃતિ બચાવવાની કોશિશ સાથે સાથે આદિવાસી બોલી ભાષા પણ જાળવવા અપીલ કરી હતી.

     ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના અગ્રણી કાર્યકર એવા કમલેશભાઈ પટેલ દ્વારા પણ પાયામાં રહી જે કામ કરવામાં આવ્યુ જેની ફલશ્રુતિ રૂપે આજે વટવૃક્ષ રૂપે આ જનઆંદોલન સ્વરૂપે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવા માટે યુનો દ્વારા નક્કી કરવામાં આવ્યું જેના થકી આજે આપણ સૌ આજે આપણે આ ઉત્સવ મનાવી રહ્યા છે. જેની ભૂમિકામાં આદિવાસી નવ યુવાનોની વિશેષ જવાબદારી સાથે વિશેષ ભાગીદારી જરૂરી છે તે અંગે વિશેષ જાગૃતિ લાવવા પ્રયાસ કરવા સાથે આવનારી પેઢી ને આદિવાસી જીવન જીવવાની પ્રણાલી કેવી સુંદર છે તે અંગે વિશેષ વાત કરી.

      આદિવાસી એકતા પરિષદનાં નાં સંનિષ્ઠ કાર્યકર એવા ડૉ દિનેશભાઇ ખાંડવી એ ભગવાન બિરસા મુંડા ના જીવન વિશે જણાવતાં કહ્યું હતું કે ભગવાન બીરસા મુંડા નો જન્મ પ્રકૃતિ નાં કોઈ અગમ્ય અલોકિક સંકેત સાથે ૧૫મી નવેમ્બર ૧૮૭૫ માં ઝારખંડ રાજ્યમાં રાંચી નજીક આવેલા ઉલિહાતું ગામ ખુંટીમાં પિતાશ્રી સુગના મુંડા અને માતા કરમી હાતું ને ત્યાં થયો હતો એમનો જન્મ આદિવાસી હિત માટે તેમણે કરેલાં સંઘર્ષ ની ખૂબજ સુંદર અને અસરકારક અને ધારદાર શૈલી માં પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આદિવાસી સમાજના  ગૌરવવંતી ઈતિહાસ ની વાતો આદિવાસી ક્રાંતિવીર એવાં તંત્યા મામાં, બાબુરાવ શેરડમાર્કે, જેવા નું યોગદાન તેમજ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસ માં આદિવાસી સમાજ નું યોગદાન, સંસ્કૃતિ બચાવવા આદિવાસી સમાજ માં જન્મ લેવો પડે એવું નસીબ કોઈ અન્ય સમાજ નાં વ્યક્તી ને નથી મળતું જેવી ખૂબજ હૃદય સ્પર્શી વાતો વણી લઈ પ્રવચન આપ્યું હતું.

મનાલા નાં સરપંચશ્રી જયેન્દ્રભાઇ ગાંવિત એ પણ નવયુવાનો એ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી નિમિતે જે નાનાપોંઢામાં ભગવાન બીરસા મુંડા નું સ્ટેચ્યુ મૂકવા અંગે નાં વિચારો રજૂ થયા તે અંગે ખુશી અને આનંદ દર્શાવ્યો હતો.અને આ સંગઠ્ઠન નાં કાર્યમાં સૌ સહકાર આપશે તેની શુભેચ્છા પાઠવી હતી.

      અંતમાં ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નું આયોજન સુથારપાડા ખાતે પણ એક વર્ષ અગાઉ થી કરવામાં આવ્યું છે. જેને પણ ખૂબ આનંદ ઉત્સાહ સાથે વધાવી લઈ સમાજ ના લોકો ની પડખે રહી એક સાથે આવનારી પેઢીને સમજવામાં અને સમજાવવામાં બંને પોગ્રામો સફળ બને એવા વિનમ્ર પ્રયાસ સાથે બંને પોગ્રામો આદિવાસી સમાજ ના છે એવા ભાવ સાથે સાથ સહકાર આપવા સૌ આદિવાસી સમાજના મિત્રો ને નમ્ર અપીલ સાથે મીટીંગ નું સમાપન કરવામાં આવ્યું..

                                                                                                         

Comments

Popular posts from this blog

તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન

     તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન આજે, 16 જૂન 2025ના રોજ, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની  તોરણવેરા ગામની પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં એક ઉમદા કાર્યનું આયોજન થયું. શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારના સહયોગથી શાળાને બે કોમ્પ્યુટર સેટ અને ગ્રામ પંચાયતને એક કોમ્પ્યુટર સેટ ભેટ આપવામાં આવ્યા. આ પહેલ ગામના બાળકો અને ગ્રામજનો માટે શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી તકો ખોલશે. આજના ડિજિટલ યુગમાં, કોમ્પ્યુટર શિક્ષણ એ આવશ્યક બન્યું છે. વાઢુ પરિવારના આ ઉદાર યોગદાનથી શાળાના વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળશે, જે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટરની સુવિધા ગામના લોકોને ડિજિટલ સેવાઓ અને માહિતીની પહોંચ સરળ બનાવશે. આ પ્રેરણાદાયી કાર્ય માટે તોરણવેરા શાળા પરિવાર અને ગ્રામ પંચાયત વતી ગામના સરપંચશ્રી સુનિલભાઈ દભાડીયાએ શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ યોગદાન ગામના શિક્ષણ અને વિકાસના પથ પર એક મહત્વપૂર્ણ પગલું છે. આવા સેવાભાવી કાર્યો અન્યોને પણ પ્રેરણા આપશે.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ.

ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ. ઇસ્લામ ધર્મના પવિત્ર મહોરમ પર્વની ખેરગામમાં ઉજવણી કોમી એકતાના રંગે રંગાઈ હતી. કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં યોજાતા આ પર્વ નિમિત્તે રવિવારે ખેરગામમાં ભવ્ય તાજીયા ઝુલૂસ શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવ્યું. મુસ્લિમ મહોલ્લામાંથી શરૂ થયેલું આ ઝુલૂસ ચારરસ્તા, મેઈન બજાર અને પોસ્ટ ઓફિસ માર્ગે આગળ વધી અને મસ્જિદ તેમજ મુસ્લિમ મહોલ્લામાં વિસર્જન માટે સમાપ્ત થયું. ત્યારબાદ ઔરંગા નદી ખાતે તાજીયાઓને ટાઢા કરવામાં આવ્યા. ઝુલૂસ પૂર્વે રાત્રે કલાત્મક રીતે શણગારેલ તાજીયાનું પાયલોટ ઝુલૂસ પણ નીકળ્યું હતું. હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. હિન્દુ સમાજના આગેવાનો જેવા કે સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ, વેપારી અગ્રણી શ્રી પંકજભાઈ મોદી, શ્રી અંકુર શુક્લ, ભાજપ મહામંત્રી શ્રી વિજય રાઠોડે મુસ્લિમ આગેવાનો જેવા કે માજી મુતવલી ઝમીરભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, શોએબભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, મુતવલ્લી ગુલામભાઈ શેખ અને મોઈન મોટરવાળાનું ફૂલહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. શાંત...