રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા....
વાંસદા ખાતે લોકનૃત્ય - શાસ્ત્રીય નૃત્ય 2024-25 તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને દ્વારા લોકનૃત્ય -શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર નવસારી જિલ્લામાં યોજાઈ હતી. જેમાં પ્રાચીન અર્વાચીન રાસ- ગરબા અને શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમ અને કથ્થક નૃત્યની સાત દિવસીય વર્કશોપ નટરંગ ડાન્સ એકેડેમી, ગોપાલજી મંદિર હોલ, નવસારી ખાતે યોજાઈ હતી તેમજ પરંપરાગત લોકનૃત્ય તાલીમ શિબિર શ્રી એલ.આર.કોન્ટ્રાકટર સાર્વજનિક હાઈસ્કૂલ, પીપલખેડ વાંસદા ખાતે યોજવામાં આવી હતી. આ શિબિરમાં ડાંગી નૃત્ય તેમજ આદિવાસી લોકનૃત્યના અન્ય પ્રકારોની તાલીમ આપવામાં આવી હતી.
ગુજરાતની ઓળખસમા લોકનૃત્ય અને ભાતિગળ સંસ્કૃતિ ક્ષેત્રે રૂચિ ધરાવતા યુવક / યુવતીઓને પોતાની કારકિર્દી ઘડવા તેમજ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉદ્દેશ્યથી આયોજીત આ વર્કશોપમાં લોકનૃત્ય, રાસ-ગરબા ક્ષેત્રે વર્ષોનો અનુભવ ધરવતાં ડૉ. હેમાગભાઈ વ્યાસ- સુરત, શ્રી દિવ્યાંગ પંચાલ- નવસારી, શ્રી યજ્ઞિકાબેન પટેલ- ડોલવણ, શ્રી હેતલકુમારી પટેલ- નાની વાલઝર સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું.
Comments
Post a Comment