Skip to main content

નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું.

   નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory

વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી

વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી 


મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કાર્યક્રમને ખુલ્લો મુકયો

----- 

ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા વૃક્ષારોપણ અને સોલાર ઊર્જાનો ઉપયોગ અત્યંત જરૂરીઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ 

---- 

હરિયાળીથી લહેરાતો વલસાડ જિલ્લો ૩૩ ટકા વન વિસ્તાર ધરાવે છેઃ મુખ્ય વન સંરક્ષકશ્રી મનીશ્વર રાજા

---- 

કંપનીઓને સીએસઆર ફંડમાંથી વન વિસ્તારનો વ્યાપ વધારવા ઉમરગામના ધારાસભ્યશ્રી પાટકરે અપીલ કરી 

---- 

મંત્રીશ્રીના હસ્તે વન વિભાગની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું 

---- 

માહિતી બ્યુરો: વલસાડ, તા. ૧૧ ઓગસ્ટ

     વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં આવેલી દક્ષિણા વિદ્યાલય ખાતે  આજરોજ કરવામાં આવી હતી. 

     આ ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જીનીવામાં મળેલી વૈશ્વિક કોન્ફરન્સમાં કાર્બન ઉત્સર્જન ઝીરો થાય તે માટે આહવાન કર્યુ હતું. કાર્બન ડાયોક્સાઈડ ગેસ હાનિકારક છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે અને તેની સામે આપણને ઓક્સિજન આપે છે. જેથી વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. આ સિવાય સોલાર ઊર્જા અને પવન ઊર્જા પણ કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા માટે અસરકારક છે. સોલારના ઉપયોગથી કોલસાનો ઉપયોગ અટકી જશે. વૃક્ષો સંવેદશીલ હોય છે, તેને આપણા મિત્ર તરીકે ગણી ઉછેરવા જોઈએ. વડાપ્રધાનશ્રીએ એક પેડ મા કે નામ અભિયાન શરૂ કર્યુ છે. તેમના સંકલ્પને સાકાર કરવા માટે દરેક લોકો આ અભિયાનમાં જોડાય એવી અપીલ મંત્રીશ્રીએ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, આપણો વલસાડ જિલ્લો હરિયાળીથી લહેરાતો પ્રદેશ છે. આપણી ભાવિ પેઢી માટે તેને જાળવવાની જવાબદારી આપણા સૌની છે. વધુમાં તેમણે વન મહોત્સવની શરૂઆતનો ઉલ્લેખ કરી ૧૯૫૦ની સાલમાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રીશ્રી સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનશીની દીર્ઘદ્રષ્ટીને બિરદાવી તેમના વિઝનને પરિપૂર્ણ કરવા આહવાન કર્યુ હતું.   

           ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ "એક પેડ માં કે નામ" અભિયાન શરૂ કરાવી વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે. વૃક્ષથી આપણને સારું ઓક્સિજન મળશે તો બીમારીથી દૂર રહીશું. દરેક ગામમાં વન ઉછેર કરવા જણાવી સાથે વૃક્ષ ન કપાય તે માટે એક જાગૃતિ સમિતિ બનાવવા સૂચન કર્યું હતું. સાથે જ ઉમરગામ તાલુકામાં આવેલી કંપનીઓને સીએસઆર ફંડમાંથી વન વિસ્તારનો વ્યાપ વધારવા જણાવ્યું હતું. 

          વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રી મનિશ્વર રાજાએ પ્રાસંગિક પ્રવચનમાં વન વિભાગની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાઓનો લાભ લઇ વન વિસ્તારનો વિકાસ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે વૃક્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ૩૩ ટકા વન વિસ્તાર છે. એક વ્યક્તિને શ્વાસ લેવા માટે રોજના ૬૦૦ લીટર પ્રાણવાયુની જરૂર હોય છે. એક વૃક્ષ ૧૨૦ લીટર પ્રાણવાયુ આપે છે તે મુજબ એક વ્યક્તિ માટે પાંચ વૃક્ષની જરૂર હોય છે. જેથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું. 

         વન મહોત્સવની ઉજવણી દરમિયાન સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાનો લાભ લેનાર ૨૧ લાભાર્થીઓને લાભોનું વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર વ્યકિતઓનું પણ સન્માન કરાયું હતું. વન વિભાગ દ્વારા મંત્રીશ્રીને બોનસાઈ છોડ આપી સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રીશ્રી દ્વારા વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 

           આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ લલીતાબેન દુમાડા, ઉમરગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મહેશ આહિર, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવાર, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાન્ત પઢીયાર, નારગોલના સરપંચ સ્વીટીબેન ભંડારી, ગામના અગ્રણી યતિનભાઈ ભંડારી, ઉમરગામ ઈન્ડ્રસ્ટીયલ એસોસિએશના પ્રમુખ નરેશ બાંથિયા, દક્ષિણા વિદ્યાલયના આચાર્ય વિશાલ સાવંત તેમજ અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

         નારગોલ ગ્રામ પંચાયત અને દક્ષિણા વિદ્યાલય દ્વારા મંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કે.ડી.બી. હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી ડો. રામ રતન નાલાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. જ્યારે આભારવિધિ સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક જીનલ ભટ્ટે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારેશભાઈ સોની અને વર્ષાબેન સી.પટેલે કરી હતી. 

બોક્સ મેટર 

દક્ષિણા વિદ્યાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવાઇ 

૧૭ એકર જમીન પર પ્રાકૃતિક વાતાવરણમાં સ્થિત દક્ષિણા વિદ્યાલય, ઓરોમીરા સેન્ટર ફોર એક્સેલન્સ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પ્રાકૃતિક ખેતી, ગૌપાલન, સુથારીકામ અને કુંભારી કામ અંગે જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે ત્યારે આ જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, મ્યુઝિકલ સ્કીટ, ઓરોમીરા ફ્યુઝન ડાન્સ, વૃક્ષ લગાયેંગે હમ સંગીત, વક્તવ્ય અને ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે સંજાણની એસ.જી.ડાકલે હાઈસ્કૂલ દ્વારા ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ તાળીના ગડગડાટ સાથે તમામ કૃતિને વધાવી લીધી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી અગસ્ત્ય હજેવા અને નિત્યા પરીખે કર્યું હતું.


વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી...

Posted by INFO Valsad GOV on Sunday, August 11, 2024

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન

     તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન આજે, 16 જૂન 2025ના રોજ, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની  તોરણવેરા ગામની પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં એક ઉમદા કાર્યનું આયોજન થયું. શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારના સહયોગથી શાળાને બે કોમ્પ્યુટર સેટ અને ગ્રામ પંચાયતને એક કોમ્પ્યુટર સેટ ભેટ આપવામાં આવ્યા. આ પહેલ ગામના બાળકો અને ગ્રામજનો માટે શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી તકો ખોલશે. આજના ડિજિટલ યુગમાં, કોમ્પ્યુટર શિક્ષણ એ આવશ્યક બન્યું છે. વાઢુ પરિવારના આ ઉદાર યોગદાનથી શાળાના વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળશે, જે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટરની સુવિધા ગામના લોકોને ડિજિટલ સેવાઓ અને માહિતીની પહોંચ સરળ બનાવશે. આ પ્રેરણાદાયી કાર્ય માટે તોરણવેરા શાળા પરિવાર અને ગ્રામ પંચાયત વતી ગામના સરપંચશ્રી સુનિલભાઈ દભાડીયાએ શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ યોગદાન ગામના શિક્ષણ અને વિકાસના પથ પર એક મહત્વપૂર્ણ પગલું છે. આવા સેવાભાવી કાર્યો અન્યોને પણ પ્રેરણા આપશે.