રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા....
વિવિધ સુરક્ષા દળોના જવાનોએ ગુજરાત રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમને સહર્ષ વધાવ્યો...
💐💐proud of Indian army❤️, 🫡salute them🫡
આપણા સૈનિકોની વાત સાંભળીને આપણને પણ ભાવુક બનાવતી રોમાંચિત વાતો, કપરી પરિસ્થિતિમાં પણ તેઓ આપણી સુરક્ષા પ્રદાન કરે છે. તેઓ ફકત ને ફક્ત દેશની સુરક્ષા માટે ફના થનારા વીરો છે. સલામી જો આપવી હોય તો, જ્યાં પણ તેઓ મળે ત્યારે એક આપણા સૈનિકોને જરૂરથી સલામી આપજો. આપણને પણ દેશભક્તિનો અહેસાસ જરૂરથી થશે.
..........એક શિક્ષક
Comments
Post a Comment