Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

  ૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો 

Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો
- ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ તરફથી નવસારી જિલ્લામાં જુદી જુદી યોજનાઓ હેઠળ ૪૧૫ હેકટરમાં છે. ૧૧.૫૦ લાખ જેટલા રોપાઓ વાવેતર કરવામાં આવ્ય છે જે ખુબ સારી બાબત છે એમ ઉમેર્યું હતું. મંત્રીશ્રી આપણી સંસ્કૃતિમાં ઝાડને દેવ, વાયુને દેવ, પૃથ્વીને માતા ગાયને માતા, નદીને માતા તરીકે પૂજવામાં આવે છે. વૃક્ષએ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આપણી સંસ્કૃતિ એ આપણી વિરાસત છે. તેમણે પર્યાવરણ સાથે આત્મીયતા કેળવી જે પ્રમાણે પર્યાવરણ કોઈ સાથે ભેદભાવ કરતા નથી તેવા જ પ્રકારે આપણે સૌ એક છીએ એમ સમજ કેળવી હતી. તેમને પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પેશ્નો અંગે ગંભીરતા પૂર્વક વિચાર કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ પ્રત્યેક નાગરિક પર્યાવરણ જાળવણી પ્રત્યે જાગૃત થાય અને ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરે એમ અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇએ વન્ય પ્રાણીઓ પ્રત્યે દયા ભાવના કેળવી તેઓ સાથે જીવતા શીખવા અનુરોધ કર્યો હતો. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને સૌવર્ધન માટે સૌને જાગૃત બનવા આપીલ કરી હતી.
ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પાંચમી જુને " એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આપણા નવસારી જીલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત ૨૦ લાખ જેટલા રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવેલ છે જે ખરેખર સરાહનિય છે. તેમણે આજે વિશ્વ સિંહ દિવસ છે એમ સૌને યાદ અપાવી પ્રકૃતિના ખોળામા રહેતા આદિવાસી બાંધવોને અનુરોધ કરતા ઉમેર્યું હતું કે, આપણે જળ જંગલ જમીનથી જોડાયેલા છે ત્યારે આપણે પર્યાવરણની જાળવણી કરવા સક્રિય પગલા લેવા જરૂરી છે એમ જણાવ્યું હતું. તેમણે સૌને પોતાના ખાસ દિવસોએ પોતાના સ્વજનોની યાદમાં વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ વિભાગ ભાવના દેસાઇએ સ્વાગત પ્રવચન થકી વન મહોત્સવનું મહત્વ સમજાવી સૌ પ્રકૃતિ પ્રેમી નવસારીવાસીઓને વધુમં વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવામાં ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં નર્સરી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણ જળવણી કરતી સંસ્થાઓને નાગરિકોણે પ્રશસ્તી પત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતે પર્યાવરણ જળવણી માટેની પ્રતિજ્ઞા લઈ સૌ કોઈ કેમ્પસમાં વૃક્ષારોપણમાં જોડાયા હતા. અને મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાનની વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રે, વલસાડ ઉત્તર વનવિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નિશા રાજ સહિત મહાનુભાવો, પર્યાવરણ પ્રેમી નવસારીવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો - રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના...

Posted by Info Navsari GoG on Saturday, August 10, 2024

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ.

   ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ. ડૉ. રીટાબહેન પટેલે ચંદીગઢ ખાતે IG (Inspector General) તરીકે ચાર્જ સંભાળી, Gujaratના આદિવાસી સમાજ અને ધોડિયા સમાજ માટે ગૌરવનું પાનું લખ્યું છે. નવસારી જિલ્લાના ટાંકલ ગામના મૂળ રહેવાસી એવા રીટાબહેનની સિદ્ધિઓ સમગ્ર સમાજ માટે પ્રેરણાત્મક છે. રીટાબહેનના પિતા ડૉ. ગંભીરભાઇ ધોડિયા સમાજના પ્રથમ તબીબ હતા, અને માતા સ્વ. અરૂણાબહેન Gujaratની પ્રથમ મહિલા ધારાસભ્ય બનીને સમાજ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરિવારના આ મજબૂત ધોરણો પર ચાલતા, રીટાબહેનને શિક્ષણ અને સેવામાં મહત્વ આપીને દેશસેવામાં ફાળો આપવાનું મિશન બનાવ્યું. ડૉ. રીટાબહેન ITBP (Indo-Tibetan Border Police) ના પેરા મિલેટરી ફોર્સમાં મેડિકલ વિભાગમાં જોડાયા હતા, જ્યાં તેઓએ કંપની કમાંડર (મેડિકલ) તરીકે અનેક મહત્વપૂર્ણ કામગીરી સંભાળી. તેઓએ પોતાની ફરજ દરમ્યાન અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી અને અનેક મેડલ મેળવીને સમાજ અને પરિવારનું મસ્તક ઊંચું કર્યું. ગુજરાતનું ગૌરવ- આદિવાસી સમાજનું અનમોલ “નારીરત્ન”* - મૂળ નવસારીના ટાંકલ ગામના ર્ડા. રીટાબહેન પટેલે IG તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ ...

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

                     Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ. ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન. બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન. આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી. બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદ...