નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો આજથી શુભારંભ
*
ગણદેવી તાલુકાના ધનોરી ગામે પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા હેતુસર આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં નવસારીના કલકેટરશ્રી ક્ષિપ્રા આગ્રે ઉપસ્થિત રહ્યા
**
સેવા સેતુ કાર્યક્રમએ લાભાર્થીઓ માટે યોજનાકીય લાભોનું વિતરણ તથા સરકારી યોજનાની માહિતીનું કેન્દ્ર બન્યું
**
સેવા સેતુમાં ગણદેવીના ગ્રામજનનો વિવિધ યોજનાઓનો ઘરઆંગણે લાભ લેવા ઉમટી પડ્યા
*
(નવસારી: મંગળવાર) રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની પ્રતીતિ અને સાચો લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તેવા હેતુ સાથે ગણદેવી તાલુકા વહીવટીતંત્ર દ્વારા ધનોરી ગામે ૧૦મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારીના કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા ઊપસ્થિત રહ્યા હતા . આ પ્રસંગે કલેકટરશ્રીએ સેવા સેતુના વિવિધ યોજનાકીય સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને મળી રહેલ સેવાઓનો તાગ મેળવ્યો હતો સાથે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો કર્યા હતા .
ધનોરી ગામે આયોજિત ગણદેવી તાલુકાના સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના ૨૫ ગામોના લાભાર્થીઓને ઘરઆંગણે લાભો આપવા સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે . આ સેવા સેતુમાં ભારત તથા ગુજરાત સરકારના ૧૩ વિભાગની કુલ ૫૫ સેવા જેવી કે આધાર કાર્ડ, આવકનો દાખલો, ૭/૧૨ અને ૮ – અ ના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ, નિરાધાર વિધવા સહાય યોજના જેવી અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ મેળવી રહ્યા છે .
આજ રોજ સેવાસેતુમાં આવેલ ચાંગા ગામના લાભાર્થી દિપાલી ભરતભાઇ પટેલ એ જણાવ્યું કે , મારે રેશન કાર્ડ માં સુધારો કરવાનું હતું જે ઘણા સમય થી બાકી હતું પરંતુ આજરોજ મારા ઘર આંગણે જ સેવા સેતુનો કાર્યક્રમ હોવાથી મારી અરજીનો નિકાલ ઘર બેઠા થયેલ છે. અને મારે કચેરી સુધી જવું પડ્યું નથી તે બદલ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું .
આ કાર્યક્રમમાં ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રશાંત ચંદ્રવદન શાહ,ચીખલી પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ , ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશ પી.વિરાણી , ગણદેવી મામલતદારશ્રી જગદીશ એન.ચૌધરી સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ , લાભાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment