KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:
ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.
જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ 28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.
જેમાં ચિત્ર સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સિયા પટેલ પ્રથમ ક્રમાંક, દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા (કાકડવેરી)ની વિદ્યાર્થિની યુતિકાકુમારી ગાંગોડા દ્વિતીય ક્રમાંક, ડેબરપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની હિનલબેન ગવળી તૃતીય ક્રમાંક, જ્યારે સંગીત વાદન સ્પર્ધામાં ખેરગામ કુમાર શાળાનો વિદ્યાર્થી મેઘ શરદકુમાર પટેલ પ્રથમ ક્રમાંક, ચીમનપાડા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પ્રણવ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ પટેલ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. પ્રથમ ક્રમાંક આવનાર તમામ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે.
આ ખેરગામ ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરાવવાનો નહિં, પરંતુ વિદ્યાર્થીઓમા રહેલી વિશિષ્ટ કૌશલ્યની ઓળખ અને તેની પ્રતિભા વિકસાવવાનો હતો. બાળકને આગળ જવા માટે યોગ્ય પ્લેટફોમ પૂરુ પાડવા માટે આ કલા ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી. કલાને માણવી અઘરી નથી. પણ કલાને જાણવી તેમની છણાવટ કરવી અઘરી છે.
આ કાર્યક્રમમા બાળ કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા ખેરગામ તાલુકાનાં બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ અને સી.આર.સી કો-ઓર્ડીનેટરશ્રીઓ, બી.આર.પી. મિત્રો, નિર્ણાયકશ્રીઓ, માર્ગદર્શક શિક્ષક મિત્રો, એસ.એસ.એ.સ્ટાફના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment