બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...
Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો.
તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિક શાળા મોલધરા ના બાળકોએ ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ચિત્ર સ્પર્ધામાં નિધિ રાઠોડ પ્રથમ,વાદન સ્પર્ધામાં અભય રાઠોડ પ્રથમ, બાળ કવિ સ્પર્ધામાં મુમતાઝ ભૈયાત દ્વિતીય અને ગાયન સ્પર્ધા આપુશી રાઠોડ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભાગ લેનાર તમામ બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અને બ્લોક લેવલ સ્પર્ધા માટે શુભેચ્છા. વિજેતા બાળકોને સી.આર.સી તરફથી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિકશાળા મોલધરા...
Posted by Moldhara Primaryschool on Saturday, September 21, 2024
Comments
Post a Comment