Skip to main content

નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું.

   નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા.

શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.

માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા

                    આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિક્ષણક્ષેત્રે નવા યુગને આગળ વધારવા માટે શિક્ષકોની ભૂમિકા ખૂબ મહત્વની ગણાવી હતી.

વિજયસિંહ પરમારને આ વિદાય સમારંભમાં સહકર્મીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તરફથી વિવિધ ઉપહારો, પુષ્પ ગુચ્છો અને શુભેચ્છાઓ મળતાં તેઓ ભાવવિભોર થયા હતા.

તેમના અધ્યાપન દ્વારા અનેક વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રેરણા મળી છે. આ તબક્કે ઉપસ્થિત સૌએ તેમના સ્વસ્થતાપૂર્વક અને સુખમય જીવન માટે  શુભેચ્છાઓ પાઠવી હતી.

નિવૃત્તિ પછીનો જીવનતબક્કો શાંતિ, સ્વસ્થતા અને આનંદથી ભરપૂર રહે, અને સમાજ માટે તેઓનું યોગદાન તેમની વારસામાં સ્થિર રહે, એવી શુભેચ્છાઓ!


Comments

Popular posts from this blog