Skip to main content

રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો

રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા....

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ


*પ્રેરણાદાયી પહેલ : નિવૃત્ત વિદાયમાન સમારંભ પાછળ થતા ખર્ચને ટાળી પોતાના ગામને આપી એમ્બ્યુલન્સની ભેટ*

 નિવૃત્ત થતા ઘણા અધિકારી -કર્મચારીઓ નિવૃત્તિ ટાણે મોટી પાર્ટીનું આયોજન કરી તેમાં ગજા ઉપરાંતનો ખર્ચ કરી દે છે. સગા- સંબંધી, સ્નેહીજનો, ગ્રામજનો, મિત્રો વગેરે શુભેચ્છાઓ પાઠવી જમીને છૂટા પડી જતા હોય છે. 

કેટલાકને તો તેમની નોકરી દરમ્યાન નિષ્ઠા - પ્રમાણિકતાનો છાંટોય નથી હોતો તેમ છતાં નિવૃત્તિ વખતે લગ્ન સમારંભ હોય તેવો માહોલ ઊભો કરીને જાણે કે બહુ મોટો જંગ જીત્યો હોય તેવો દેખાડો કરતા હોય છે.

આવા સમયે આદિવાસી ક્ષેત્રના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઉકરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વીરસિંગભાઈ હઠીલાએ એમના નિવૃત્તિ ટાણાની ઝાકમઝોળવાળી ઉજવણી ન કરતાં સમાજને એક નવી રાહ ચીંધે તેવી પ્રેરણાદાયી ભેટ આપીને તેમની નિવૃત્તિને વધુ શાનદાર સ્મરણીય બનાવી છે.


 તા.૩૧મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતા

વીરસિંગભાઈએ પોતે પોતાની માતૃભૂમિ - માદરે વતન એવા પહાડ ગામને પોતાની નિવૃત્તિ સમયે એમ્બ્યુલન્સ ભેટમાં આપીને માતૃભૂમિનું ઋણ અદા  કરવા પ્રાથમિક શિક્ષકને શોભે એવું એક પ્રેરક કામ કર્યું છે. 

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામના વતની એવા ખૂબજ કર્મનિષ્ઠ અને પ્રામાણિક શિક્ષક વીરસિંગભાઈએ તેમના સ્વજનો અને મિત્રોને કહ્યું કે ''મારે મારી નિવૃત્તિની કોઈ ઉજવણી કરવી નથી પરંતુ મારા ગામના લોકોની પીડામાં રાહત થાય એવું કંઇક કરવું છે. વર્ષો સુધી બીજા ગામમાં નોકરી કરી છે એટલે ગામની મૂશ્કેલીઓ તરફ ધ્યાન અપાયું નો 'તું. વતનનું અને ગ્રામજનોનું મારા ઉપર ઋણ છે. અમારા આ નાનકડા ગામમાં દવાખાનું નથી, રસ્તા સારા નથી, ગામમાં કોઈ બીમાર પડે, પ્રસૂતિ જેવી સ્થિતિમાં છોટાઉદેપુરના તુરખેડા ગામ જેવી ઘટના ન ઘટે અને અન્ય કોઈ મુશ્કેલી ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે નજીકની સારી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય એ હેતુથી મારે ગામને એમ્બ્યુલન્સ ભેટમાં આપવાનું નક્કી કર્યું છે."

અત્રે એ ઉલ્લેખ કરવો રહ્યો કે શ્રી વીરસીંગભાઈના પહાડ ગામની ચોફેર જંગલ વિસ્તાર છે. એસ.ટી. બસની સુવિધા નથી. તેમના માતા - પિતા બિલકુલ અભણ હતા છતાં તેમણે તેમને ભણાવ્યા હતા. તેમના પત્ની પણ નિવૃત્ત શિક્ષિકા છે, તેમને ત્રણ સંતાનો છે, સૌથી મોટો દિકરો બી.ઈ.  સીવીલ થઈને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. બીજો દિકરો એમ.બી.બી.એસ. કરીને હાલ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે. એક દિકરી છે જે આયુર્વેદ સ્નાતક છે અને હાલ પંચાયત સેવામાં નાયબ ટી.ડી.ઓ તરીકે ફરજ બજાવે છે.

શ્રી વીરસીંગભાઈએ પ્રાથમિક શિક્ષક તરીકે શાળાના બાળકો તથા  પોતાના બાળકોને પણ ઉત્તમ કક્ષાનું શિક્ષણ આપ્યું છે. એકધાર્યા ૩૯ વર્ષ સુધી ફરજ અદા કરી આજે તા.૩૧-૧૦-૨૪ ના રોજ નિવૃત્ત થયા છે. શિક્ષક તરીકેની ફરજનો એક તબક્કો પૂરો કરી બીજા તબક્કામાં પહાડ ગામ સહિત આ પંથકમાં માનવસેવાની મહેંક પ્રસરાવી રહ્યા છે. 

પોતાના પહાડ ગામમાં આજે પણ એસ.ટી બસની સુવિધા નથી. લોકોને રસ્તા, વાહન-વ્યવહાર, આરોગ્ય અને પીવાના શુદ્ધ પાણીના પ્રશ્નો ખૂબ જ સતાવતા હોય છે, ત્યારે શ્રી વીરસીંગભાઈએ નિવૃત્તિના સમયે તેમનાં ગામ પહાડના ગ્રામજનો માટે એક એમ્બ્યુલન્સ વિના મૂલ્યે સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં ભેટ આપી ૧૦૮ ની ભૂમિકા અદા કરી રહ્યા છે. 

ગ્રામજનો પણ આ અમૂલ્ય સેવાનો લાભ મળતાં ખૂબ જ ઉત્સાહિત છે અને વિરસીંગભાઈ પ્રત્યે અહોભાવ પ્રગટ કરી રહ્યા છે.

 આવા સેવા ભેખધારીને વિરસીંગભાઈ સલામ છે. . .

Comments

Popular posts from this blog

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

 Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર...

ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

        ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી. માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ કરતાં મ...

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્ય...