નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...
શિક્ષિત સત્સંગી અને કર્મ અશિક્ષત સત્સંગ અને શિક્ષણ – ફક્ત સમજવા કે જીવવા? આજના સમયમાં માણસ શિક્ષિત બનવા માટે પ્રયત્નશીલ છે. ડિગ્રી મેળવવા, ગ્રંથો વાંચવા અને સત્સંગમાં ભાગ લેવા વાળા અનેક લોકો જોવા મળે છે. પણ સાચું પ્રશ્ન એ છે કે શું એ જ્ઞાન માત્ર સાંભળવા પૂરતું છે કે તેને જીવનમાં અમલમાં મુકવા માટે? શિક્ષિત સત્સંગી – જ્ઞાન છે, પણ શું કર્મ છે? અનેક લોકો ભગવાનના ભક્ત છે, શાસ્ત્રોનું વાંચન કરે છે, અને સત્સંગમાં જાય છે. તેમના મોઢે ધર્મ અને સદાચારની વાતો હોય છે, પરંતુ શું તે જ્ઞાન તેમના વર્તનમાં દેખાય છે? કોઈ માણસ સત્સંગમાં જાય, પણ રોજિંદા જીવનમાં અનૈતિકતા, ક્રોધ, ડાહ્યોપણા અને લોભમાં ઝૂંપતો હોય, તો તેનું સત્સંગ કેટલું કામનું? સત્સંગનો સારો અર્થ એ છે કે જ્યાં જ્ઞાન અને કર્મ બંને એકસાથે હોય, નહીં કે ફક્ત મોઢે વાતો અને જીવનમાં તેની અસરો ન દેખાય. કર્મ અશિક્ષત – જે શિક્ષણ વગર પણ ઉચ્ચ છે એક ખેડૂત, મજૂર, અથવા એક નાનકડી હોટલ ચલાવતો માણસ ભલે બહુ મોટો પંડિત ન હોય, પણ જો તે ઈમાનદારીથી મહેનત કરે, સત્યવાદી હોય, અને બીજાના ભલાઈ માટે જીવન જીવતો હોય, તો તે ખરેખર શિક્ષિત છે. સમાજમાં ઘણા એવ...