Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉

      નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉 ખેરગામ, તા. ૧ ઓગસ્ટ: SB KHERGAM OFFICIAL પરિવાર તરફથી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલ ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શિક્ષકોના હિતોની રક્ષા, શિક્ષણક્ષેત્રના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આપ આપી રહેલા નિષ્ઠાપૂર્વકના નેતૃત્વ અને સેવાભાવને સંગઠન દ્વારા હંમેશા બિરદાવવામાં આવે છે. શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે આપનું સમર્પિત કાર્ય સૌ માટે પ્રેરણાદાયી રહ્યું છે. આ શુભ અવસરે SB KHERGAM OFFICIAL પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને સતત સફળતા પ્રાપ્ત થાય તેમજ આપ શિક્ષક સમાજની સેવા માટે સતત નવી ઊંચાઈઓ સર કરતા રહો. – SB KHERGAM OFFICIAL પરિવાર

શ્રીમતી સુશીલાબેન રવજીભાઈ પટેલ: શિક્ષણના કર્મયોગીનું વય નિવૃત્તિ સન્માન

 શ્રીમતી સુશીલાબેન રવજીભાઈ પટેલ: શિક્ષણના કર્મયોગીનું વય નિવૃત્તિ સન્માન


નારણપોર પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જિ. નવસારીના શિક્ષકગણ, એસ.એમ.સી. સભ્યો, ગ્રામજનો અને બાળકો દ્વારા શ્રીમતી સુશીલાબેન રવજીભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષિકાને સ્નેહભર્યું સન્માન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમની 36 વર્ષ, 6 માસ અને 8 દિવસની શિક્ષણજગતની અવિરત સેવાને યાદ કરવામાં આવી.



જીવનયાત્રા અને શિક્ષણની શરૂઆત

શ્રીમતી સુશીલાબેનનો જન્મ 1966માં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વંકાલ ગામે એક પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ વંકાલ પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ વંકાલ હાઇસ્કૂલમાં મેળવ્યું. 1983માં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે P.T.C.ની પદવી પ્રાપ્ત કરી, તેમણે શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં પગલાં માંડ્યાં.



શિક્ષણની પ્રેરણાદાયી કારકિર્દી

સુશીલાબેનની શિક્ષણ યાત્રા 22 ડિસેમ્બર, 1988ના રોજ આગ્રીપાડા પ્રાથમિક શાળા, તા. ઉમરગામ, જિ. વલસાડથી શરૂ થઈ, જ્યાં તેમણે 9 વર્ષ, 11 માસ અને 26 દિવસ સેવા આપી. ત્યારબાદ 19 ડિસેમ્બર, 1998થી વાવ પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જિ. નવસારીમાં 23 વર્ષ, 11 માસ અને 6 દિવસ ફરજ બજાવી. આ દરમિયાન 13 વર્ષ ઉપશિક્ષિકા અને 10 વર્ષ કેન્દ્રશિક્ષક તરીકે તેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી. 14 ડિસેમ્બર, 2022થી નારણપોર પ્રાથમિક શાળામાં 2 વર્ષ, 6 માસ અને 7 દિવસ સુધી ખંત, નિષ્ઠા, નિયમિતતા અને સમયપાલનની ભાવનાથી સેવા આપી.


શિક્ષણ અને સંસ્કૃતિમાં યોગદાન

સુશીલાબેન શિક્ષણના કર્મયોગી તરીકે જાણીતા છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં આગવી સૂઝબૂઝ દાખવી, શાળાઓને સંપન્ન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. બાળકો, વાલીઓ અને શિક્ષકો સાથેના તેમના પ્રેમાળ વર્તનથી તેઓ સૌના પ્રિયપાત્ર બન્યા. તેમના સૌજન્યશીલ, મિલનસાર સ્વભાવ, શિસ્ત, સમયપાલન, દાનવીરતા અને ધૈર્ય જેવા આદર્શ ગુણોને કારણે તેમણે સેવા આપેલી દરેક શાળામાં પ્રગતિ સાધી.


નિવૃત્તિની શુભેચ્છાઓ

શ્રીમતી સુશીલાબેનની સેવાઓ નવીન સમાજ રચનામાં યશસ્વી અને પ્રેરણાદાયી બની રહેશે. અમે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આપનું નિવૃત્ત જીવન પરિવાર સહિત સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે. આપ સેવા અને માનવતાની મહેક પ્રસરાવતા રહો અને નિરામય આયુષ્ય ભોગવો.



આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘ પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, ચીખલી_ ખેરગામ ટીચર સોસાયટીના ઉપપ્રમુખશ્રી મનોજભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષકોમાં વલ્લભભાઈ પટેલ, ઉદયસિંહ સોલંકી, ખંડુભાઈ પટેલ, તાલુકાના કેન્દ્ર શિક્ષકો,વાવ કેન્દ્રના મુખ્ય શિક્ષકો અને શિક્ષકો,ગામના સરપંચશ્રી, સુશીલાબેન પટેલનાં પરિવારજનો, મિત્રમંડળ અને શાળા પરીવાર ઉપસ્થિત રહ્યા હતા.

નારણપોર પ્રાથમિક શાળાના  આચાર્યશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ સહિત શાળા પરિવાર અને ગ્રામજનો તરફથી હાર્દિક શુભેચ્છાઓ!


Comments

Popular posts from this blog

તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન

     તોરણવેરા ગામમાં શિક્ષણની પ્રગતિ માટે વાઢુ પરિવારનું પ્રેરણાદાયી યોગદાન આજે, 16 જૂન 2025ના રોજ, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની  તોરણવેરા ગામની પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં એક ઉમદા કાર્યનું આયોજન થયું. શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારના સહયોગથી શાળાને બે કોમ્પ્યુટર સેટ અને ગ્રામ પંચાયતને એક કોમ્પ્યુટર સેટ ભેટ આપવામાં આવ્યા. આ પહેલ ગામના બાળકો અને ગ્રામજનો માટે શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી તકો ખોલશે. આજના ડિજિટલ યુગમાં, કોમ્પ્યુટર શિક્ષણ એ આવશ્યક બન્યું છે. વાઢુ પરિવારના આ ઉદાર યોગદાનથી શાળાના વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળશે, જે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટરની સુવિધા ગામના લોકોને ડિજિટલ સેવાઓ અને માહિતીની પહોંચ સરળ બનાવશે. આ પ્રેરણાદાયી કાર્ય માટે તોરણવેરા શાળા પરિવાર અને ગ્રામ પંચાયત વતી ગામના સરપંચશ્રી સુનિલભાઈ દભાડીયાએ શ્રી મહેન્દ્રભાઈ વાઢુ અને તેમના પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ યોગદાન ગામના શિક્ષણ અને વિકાસના પથ પર એક મહત્વપૂર્ણ પગલું છે. આવા સેવાભાવી કાર્યો અન્યોને પણ પ્રેરણા આપશે.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સ...