નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...
તાલુકા પંચાયત નવસારી આયોજિત રમતોત્સવ 2023-24 ઉજવાયો. પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોનો રમતોત્સવ તારીખ 8 અને 9 જાન્યુઆરી 2024ના રોજ પારડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો. સમારંભના ઉદ્ઘાટક શ્રી રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી નવસારી સાથે તાલુકા પંચાયત નવસારીના પ્રમુખશ્રી પ્રતિભાબેન આહીર, જિલ્લા પંચાયત નવસારીના સદસ્ય દર્શનાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી રમેશભાઈ રાઠોડ, ગામના સરપંચ શ્રી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બી.આર.સી, સી.આર.સી. શાળાના મુખ્ય શિક્ષકોએ મોટી સંખ્યામાં હાજરી આપી. નવસારી મતવિસ્તારના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબે રમતોત્સવને ખુલ્લો મૂક્યો. સાથે દરેક શિક્ષકો અને બાળકોને અભિનંદન પાઠવ્યા કેન્દ્ર કક્ષાએ વિજેતા થઈ વિભાગ કક્ષાએ અને વિભાગ કક્ષાએથી વિજેતા થઈ તાલુકા કક્ષા એ પહોંચતા દરેક બાળકોને ખેલદિલી પૂર્વક રમત રમી ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરવા માટેની શુભેચ્છાઓ પાઠવી. નવસારી તાલુકાની...