ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Gandevi: સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના શિક્ષિકાનો નિવૃત સન્માન સમારંભ યોજાયો. તારીખ ૨૯-૦૩-૨૦૨૪નાં દિને સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના સિનિયર શિક્ષિકા શ્રી સંગીતાબેન મુકેશભાઈ પટેલના નિવૃત્ત સન્માન સમારંભ, ધોરણ -8ના વિધાર્થીઓનો વિદાય સમારંભ અને તા.પં.દ્વારા મળેલ સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટરનુ ઉદ્ધાટન સમારંભ ત્રિવેણી કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં યોજાયો. ગામના સરપંચશ્રી નિલેશભાઈ અને એસ.એમ.સી અધ્યક્ષ શ્રી મોહનભાઈ અને તમામ સભ્યો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શાળાના સભાખંડમાં યોજાયો.. ઉપસ્થિત મહેમાનો, કેન્દ્રમાંથી પધારેલ શિક્ષક મિત્રો અને પરિવારજનોની હાજરી સમારંભની શોભા વધારી હતી. ઘટક શિક્ષક સંધના મહામંત્રી સતીષભાઈ, ખજાનચી ભૂપેન્દ્રભાઇ દેવધા શાળાના આચાર્યશ્રી હેમાંગભાઈ અને શાળાનો ભૂતપૂર્વ સ્ટાફ તમામ બહેનોની વિશેષ ઉપસ્થિત રહી હતી. શાળાનાં આચાર્ય શ્રી અજુવેન્દ્ર પટેલે સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.