ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Porbandar:ગોરાણાના પુંજાભાઈ ગોરાણીયા હાફ આયર્નમેન ટ્રાયથલોનમાં વિજેતા, વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ
Porbandar:ગોરાણાના પુંજાભાઈ ગોરાણીયા હાફ આયર્નમેન ટ્રાયથલોનમાં વિજેતા, વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ પોરબંદર જિલ્લાના ગોરાણા ગામના યુવાન પુંજાભાઈ ગોરાણીયાએ ગોવામાં આયોજિત હાફ આયર્નમેન ટ્રાયથલોનમાં મક્કમતા અને ઉત્સાહપૂર્વક ભાગ લઈને એક મહાન સિદ્ધિ મેળવી છે. તેમણે 1900 મીટર તરણ, 90 કિમી સાયકલિંગ અને 21 કિમી દોડને 5 કલાક 33 મિનિટ અને 21 સેકન્ડમાં પૂર્ણ કરી, જેનાથી પોરબંદર વિસ્તારનું ગૌરવ વધ્યું છે. પુંજાભાઈએ આ ટુર્નામેન્ટ દરમિયાન જેલીફિશના ડંખનો સામનો કર્યો હોવા છતાં, તેમણે પોતાના દ્રઢ મનોબળથી સ્પર્ધાને પૂર્ણ કરી. આ બહાદુરી અને મહેનતને પરિણામે તેઓ આયર્નમેન વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયા છે, જે પોરબંદર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. તેમના આ કાર્ય માટે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયાએ તેમને અભિનંદન પાઠવ્યા અને ભાવિ સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી. પુંજાભાઈ ગોરાણીયાનો આ સાહસ માત્ર તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર ગોરાણા ગામ અને પોરબંદર જિલ્લાના યુવાનો માટે પ્રેરણાદાયી બની રહ્યું છે. આ હાફ આયર્નમેન ટ્રાયથલોનમાં ભાગ લેવા માટે અને આ સ્પર્ધા માટે તૈય...