ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
નવસારી માટે ગૌરવની ક્ષણ :નવસારીની MVD ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટે રાષ્ટ્રીય એવોર્ડ. નવસારી જિલ્લાનું ગૌરવ વિજ્ઞાન અને સેવા ક્ષેત્રે વધુ એક વાર ચમક્યું છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું (Mobile Veterinary Dispensary - MVD) નવસારી જિલ્લામાં મોટી સફળતાની સાથે કાર્યરત છે. હૈદરાબાદ ખાતે યોજાયેલા એક વિધાનસભાયોગ્ય કાર્યક્રમમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના ચેરમેન ડો. જી. વી. કે. રેડ્ડીના હસ્તે નવસારીની MVD ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી હતી. એવોર્ડ વિજેતાઓની સિદ્ધિ MVDના ટીમના ડૉ. ભાવિકા પટેલ (પશુ ચિકિત્સા અધિકારી) અને પાયલોટ કમ ડ્રેસર હેતલભાઈ પટેલે વાંસદા તાલુકાના ભીનાર ગામમાં પ્રાણીના જીવનરક્ષક ઓપરેશન દ્વારા પોતાના અદમ્ય પ્રયત્નોની ઝાંખી આપી હતી. ૧૯૬૨ હેલ્પલાઇન દ્વારા મળેલી જાણ બાદ, બંનેએ સમયસર સ્થળ પર પહોંચી, એક વાછરડી પર હર્નિયાના ઓપરેશનની સફળતા મેળવી. નવસારીની સફળતા અને આશીર્વાદરૂપ સેવાઓ નવસારીમાં કાર્યરત દસ ગામ દીઠ MVD નાં જ્ઞાન અને જન...