ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...