Skip to main content

Posts

Showing posts from December, 2023

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધ

વાવ પ્રાથમિક શાળા ખાતે આનંદમેળો યોજાયો.

      વાવ પ્રાથમિક શાળા ખાતે આનંદમેળો યોજાયો. તારીખ:૩૧/૧૨/૨૦૨૩  રવિવારનાં દિને વાવ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો. આ આનંદ મેળામાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ૨૫ જેટલાં પ્રકારના જુદાં જુદાં સ્ટોલ ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં ગામજનોએ આનંદ મેળામાં ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય શ્રી મિનેશબેન પટેલે સૌનો આભાર માન્યો હતો.

ગણદેવી તાલુકા શિક્ષક સંઘ દ્વારા યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નું આયોજન કરવામાં આવ્યું.

           ગણદેવી તાલુકા શિક્ષક સંઘ દ્વારા  યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નું આયોજન કરવામાં આવ્યું.        અમલસાડના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગણદેવી તાલુકાના શિક્ષકો માટે ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યુનિટી કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણદેવી તાલુકાના કુલ 45 શિક્ષકોએ ભાગ લીધો હતો કુલ ત્રણ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી અને અંતે ફાઇનલ મેચ જીતનારને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી સમગ્ર આયોજન તાલુકા સંઘના પ્રમુખ કલ્પેશ ટંડેલ અને મહામંત્રી સતીશ આહીર તથા ભૂપેન ખલાસી અને રજનીકાંત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંઘના પ્રમુખ દિલીપભાઈ પટેલ ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન અજુવેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે અરૂણકુમાર અગ્રવાલની નિમણુક. ડૉ.ભગીરથસિંહ પરમારની બઢતી સાથે સુરતમાં નિમણૂંક.

        નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  તરીકે અરૂણકુમાર અગ્રવાલની નિમણુક. ડૉ.ભગીરથસિંહ પરમારની બઢતી સાથે સુરતમાં નિમણૂંક. રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી અટકી પડેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,  શિક્ષણાધિકારીની બઢતી અને બદલીનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં નવસારીમાં શાસનાધિકારી તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ પરમારને બઢતી સાથે બદલી આપી સુરતનાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નિમણુક આપવામાં આવી હતી. જ્યારે  સુરત ગભેણી સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી અરૂણકુમાર મદનલાલ અગ્રવાલની બઢતી સાથે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી.

આદિવાસી સમાજનું ગૌરવ : નવસારી ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ખેરગામનો તન્મય પટેલ ચેમ્પિયન.

             આદિવાસી સમાજનું ગૌરવ : નવસારી ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ખેરગામનો તન્મય પટેલ ચેમ્પિયન.  ખેરગામના નગીનદાસ નગર સોસાયટીમાં રહેતા ધોડિયા સમાજનો તન્મય હર્ષભાઈ પટેલ નવસારી જિલ્લા ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ કેટેગરીમાં ઓવરઓલ ચેમ્પિયન બની સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ આવી પોતાના પરિવાર અને ખેરગામનું નામ રોશન કરતા લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી. ધોડિયા સમાજનું નામ રોશન કરનાર તન્મય પટેલને સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું.

         રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું.  તારીખ:૨૯/૧૨/૨૦૨૩નાં દિને રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો.આનંદમેળાના ઉદ્ઘાટક તરીકે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ  પટેલને પ્રમુખનું સ્થાન આપવામાં આવ્યું હતું. ગામના સરપંચ શ્રીમતી દીપિકાબહેન તેમજ એસએમસીના અધ્યક્ષ હિતેશભાઈ તેમજ એસએમસી ના સભ્યો હાજર રહ્યા હતા. આ આનંદ મેળામાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ૨૩ પ્રકારના જુદાં જુદાં  સ્ટોલ ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં ગામજનોએ આનંદ મેળામાં ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય  શ્રી પ્રવિણભાઈ પટેલ સાહેબશ્રીએ સૌનો આભાર માન્યો હતો.

ગણદેવી તાલુકાની ભાટ પ્રાથમિક શાળા ઝોન કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમે.

          ગણદેવી તાલુકાની ભાટ પ્રાથમિક શાળા ઝોન કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમે.  ગણદેવી તાલુકા દરિયા ગામની કિનારા સ્થિત ભાટ સરકારી પ્રાથમિક વિદ્યામંદિર વર્ષોથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠ દેખાવ કરતી આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગાંધીનગર GCERT દ્રારા ઘરમપુર ખાતે દક્ષિણ ઝોન કક્ષાના પ્રદર્શન યોજાયું હતું. જેમાં શાળાએ A COMPLETE DIGITAL FARMING પ્રોજેક્ટ રજુ કર્યો હતો જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો.  હવે શાળા જૂનાગઢ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. સમગ્ર પ્રોજેક્ટને આકાર આપનાર વિજ્ઞાન શિક્ષક પિયુષ ટંડેલ અને બાળવૈજ્ઞાનિક કુ.ભૂમિ ટંડેલ અને કુ.જયેષ્ઠાન ટંડેલને શાળાના આચાર્ય કલ્પેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.  તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી મનીષ પરમાર અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશ ટંડેલે શુભેચ્છાઓ પાઠવી હતી.

નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ.

                નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ. નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો જેમાં Deval's saul spartans, Fit Fighrtes, Tiger brothers, Jay shree Ram 11, Dwija spikers અને c.t.lion નો સમાવેશ થાય છે.  જેમાં Deval's saul spartans ટીમ વિજેતા થઈ હતી જ્યારે Dwija spikers ટીમ રનર્સ અપ થઈ હતી. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ દિગ્નેશ પટેલ, બેસ્ટ બેટ્સમેન શૈલેષ પટેલ, બેસ્ટ બોલર પ્રણવ પટેલ,  સૌથી વધુ sixes ચેતન પટેલ, સૌથી વધુ boundaries દિગ્નેશ પટેલ, બેસ્ટ ફિલ્ડર દિગ્નેશ પટેલ ,સૌથી વધુ વિકેટ હિનલ પટેલ વગેરે ખેલાડીઓ સુંદર દેખાવ કર્યો હતો. જેમને ટ્રોફી દ્વારા સન્માનવામાં આવ્યા હતા. તમામ ટ્રોફીનો ખર્ચ સ્ટેટ બેંક ઇન્ડિયા નવસારી શાખાએ ઉઠાવ્યો હતો અને 3 દિવસ જમવાની વ્યવસ્થા નવસારી જિલ્લા પ્રમુખ તથા તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ.ભગીરથસિંહ પરમાર અને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમ

ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો. તારીખ ૨૫-૧૨-૨૦૨૩ના દિને  ચીખલી તાલુકાના રૂમલા ખાતે ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર તથા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.   જેમાં નવસારી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ખેરગામ પોલિસ સ્ટેશન પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તેમજ ખેરગામ વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી યોગદાન આપ્યું હતું. તેમજ નેત્ર નિદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.સૌ લાભાર્થીઓનો નરેશભાઈ પટેલે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શાંતિપાઠ અને ભજન કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ , જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ , સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન તથા તાલુકા અને જિલ્લાના આગેવાનો તેમજ પોલીસ અધિકારી તથા પોલીસ જવાનો, રક્તદાતાઓ અને નેત્

ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલ દક્ષિણ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં નવસારી જિલ્લાની ત્રણ શાળાએ મેદાન માર્યું.

  ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલ દક્ષિણ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં નવસારી જિલ્લાની ત્રણ શાળાએ મેદાન માર્યું. તારીખ ૨૨મી ડિસેમ્બર થી ૨૩મી ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલ દ્વિ- દિવસીય દક્ષિણ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ૭૫ જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય વિષય "સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" રાખવામાં આવ્યો છે. બાળવિજ્ઞાન પ્રદર્શનના પાંચ પેટા વિભાગો છે. (1) આરોગ્ય (2) જીવન- પર્યાવરણ માટે જીવનશૈલી (3) કૃષિ (4) પ્રત્યાયન અને પરિવહન (5) ગણનાત્મક ચિંતન જેવા અલગ- અલગ વિષયો પર દક્ષિણ ઝોનના સાત જિલ્લાઓ( ભરૂચ, નર્મદા, સુરત,તાપી, ડાંગ નવસારી, વલસાડ ) ની પસંદગી પામેલ શ્રેષ્ઠ કૃતિઓ જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ડી.એલ.એડ વિભાગમાંથી કુલ 75 જેટલી કૃતિઓ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે.     દ્વિતીય વિભાગ જીવન- પર્યાવરણ માટે જીવનશૈલી  "ગ્રીન હાઈડ્રોજન સોલર પેનલ" કૃતિમાં નવસારી જિલ્લાની આટ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે, તૃતિય વિભાગ કૃષિ માં  "અ કંપ્લિટ ડિજિટ

ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

     તારીખ : ૨૩/૧૨/૨૦૨૩ના દિને ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ. જેમનું આયોજન જિલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું હતું. ખેરગામ નામદાર મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ ના હસ્તે  દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.  ખેરગામ તાલુકાની શાળાઓમાંથી  માધ્યમિક અને પ્રાથમિક શાળા  શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળી કુલ 42 જેટલા સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લીધો હતો.   જેમાં ૯ થી ૧૮ વર્ષની વયના જૂથમાં દર્શનકુમાર હસમુખભાઈ પટેલ વાડ માધ્યમિક શાળા અને કૃતિકાબેન રમેશભાઈ પટેલ પાણીખડક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વિજેતા,  ૨૦ થી ૪૦ વય જૂથમાં નારણપોર પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અને તેજલાવના રહેવાસી નિલયકુમાર અમ્રતલાલ પટેલ વિજેતા,  ૪૦ થી ૧૦૦ વય જૂથમાં શાળા રૂમલા  અને રહેવાસી રૂમલાના સંગીતાબેન સતીષભાઈ પટેલ અને  જનતા માધ્યમિક શાળા અને મુ. જનતા માધ્યમિક શાળા ખેરગામના કેતનભાઈ ચીમનભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવેલ છે.        તાલુકા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ આવનાર ત્રણ સ્પર્ધકોને જિલ્લા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં  ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે.

ખેરગામ કન્યાશાળામાં આનંદ મેળો યોજાયો.

            ખેરગામ કન્યાશાળામાં આનંદ મેળો યોજાયો. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ખાણીપીનીના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. શાળામાં કુલ ૩૦ જેટલા જુદાજુદા સ્ટોલમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉંબાડીયું પાનીપુરી, વડાપાવ ભૂંગળા બટાકા સરબત મસાલાછાશ તરબૂચ ચાઈનીઝ ભેળ ખીચું મંચુરિયન કમરક વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.  સ્ટોલનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળાના આયોજનથી બાળકને નાણાંકિય લેવક દેવળનું પ્રત્યક્ષ જ્ઞાનુ મળે નફો- ખોટ વિશે બાળક પ્રત્યક્ષ અનુભવ કરે. અને બાળકમાં આત્મ વિશ્વાસ પેદા થાય તે ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શાળાના SMC ના સભ્ય ખેરગામ કેન્દ્રશિક્ષકશ્રી/બીટ નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ તેમજ શાળા આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર તથા સ્ટાફગણ અને વાલીગણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Popular posts from this blog

Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ

       Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ ખેરગામનાં પાટી ગામની ગીતા મંદિર માધ્યમિક શાળા ધો.૧૦ બોર્ડનું ૮૯.૧૮ પરિણામ સાથે શાળામાં ગવળી  હેમાંગીની શૈલેષભાઈ ૭૬.૩૩ટકા સાથે પ્રથમ અને નાયકા રીયાબેન અમ્રતભાઈ ૭૬ટકા સાથે દ્વિતિય અને પટેલ દિયાન્સીબેન શૈલેષભાઈ ૭૪.૩૩ ટકા સાથે તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો . ધો.૧૨ બોર્ડનું પરિણામ ૮૮.૬૭ ટકા સાથે શાળામાં  પ્રથમ ૭૮.૭૧ટકા સાથે ગાયકવાડ માયાબેન સિતારામભાઈ પ્રથમ  ચૌધરી સ્વાતીબેન સુરેશભાઈ ૭૮.૨૮ સાથે દ્વિતિય અને જાદવ શેતલબેન દિપકભાઈ ૭૬.૮પટકા સાથે તૃતિય ક્રમે આવ્યા છે.   શાળા શ્રેષ્ઠ પરિણામથી સમગ્ર શાળામાં અને પાટી ગ્રામજનોમાં આનંદ ઉલ્લાસનો માહોલ સર્જાયો છે. આ સફળતા મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો અને નવ નિયુક્ત શાળાના સુકાની રાકેશકુમાર બી પટેલ ને તમામ ગ્રામજનોએ સરપંચ તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ વાલજીભાઈ આર. સોલંકી સાથે શુભેચ્છા પાઠવી હતી.

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.   જ્યારે શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા છે. નવસારીન

ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

        ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી. માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ કરતાં માતૃભાષા જીવંત રાખવા માટે શિક્