Skip to main content

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન.

                    


ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન.

ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુમાં ત્યારે અછૂત ગણાતી મહાર જાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડેના વતની હોવાથી તેમની અટક આંબાવાડેકર હતી, પરંતુ એક શિક્ષકે શાળાના રજિસ્ટરમાં આંબેડકર કરીને પછી એ જ અટક રહી. તેમનો પરિવાર મુંબઈ વસ્યો એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. ૧૯૧૩માં અમેરિકાની કોલમ્બિયા યુનિર્વિસટીમાંથી એમએ અને પીએચડી થયા. અમેરિકાથી પરત ફરીને તેઓ થોડાં વર્ષો ભારતમાં રહ્યા અને ફરીથી વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા અને ૧૯૨૩માં બેરિસ્ટર બન્યા. ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તેઓ મુંબઈની લો કોલેજમાં પ્રોફેસર બન્યા. એ દરમિયાન જ તેમણે વર્ષોથી વંચિત રહેલા દલિતોના સન્માન અને અધિકાર માટે આજીવન કામ કર્યું.૧૯૪૭માં ભારતની વચગાળાની સરકારમાં ડો. આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. ત્યાર પછી ૨૯ ઓગસ્ટે ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી. ડાયાબિટીસનીબીમારીના કારણે દિલ્હીમાં ૬ ડિસેમ્બર, ૧૯૫૬માં તેમનું નિધન થયું હતું.

ડો.આંબેડકરે ખરેખર કર્યું શું ? અનામત આપી ? મોટા ભાગના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે. 

● હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.

● વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જોગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ થયેલી)

● કામ કરવા પર મહિલાઓ ને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.

● પિતા ની સંપત્તિ માં પુત્રી ને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.

● સ્ત્રીઓ ને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર.

● બાળ મજૂરી પ્રતિબંધિત કરી.

● ભારત ની પ્રથમ ' જળ નીતિ ' બનાવી.

● વેઠ પ્રથા ' નાબૂદ કરી, મજૂરો નું કલ્યાણ કર્યું.

● રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન.

● હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.

● આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો - working hours - 12 માંથી 8 કરાવ્યા.

● સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી.

● કોલસા ની ખાણો નો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો.

તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું.

● શિક્ષકો ને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.

● એ સમય મા જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને વિકસાવવા સૂચન કરેલું.

● પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી.

● વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં phd કરવા વાળા પ્રથમ ભારતીય.

● પીવા ના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વ ના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.

● તિરંગા મા અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું.

● જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.

● તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો.

● ભારત નું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા - બંધારણ ના પિતા.

● જાતિવાદ વિરુદ્ધ જીવન ના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકો ના તારણહાર.

● થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીન ની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા.

તેમણે આખું જીવન સંઘર્ષમા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસા ની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.

માત્ર પછાત વર્ગ જ  નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે.કોઈ એક વર્ગ કે વ્યક્તિઓ ના નહીં બાબા સાહેબ એ આખા દેશ રાષ્ટ્ર ના છે દરેક ભારતીય ને તેમના પર ગર્વ હોવો જોઈએ..ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ.સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબ. ને સમજવા પહેલા જ્ઞાની બનવું પડે...


  જય ભીમ  જય સંવિધાન

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

                     Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ. ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન. બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન. આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી. બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદ...

પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ

  પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ આજના સમાજમાં સંબંધોની મજબૂતી માટે પરસ્પર વિશ્વાસ અને સન્માન સૌથી મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે પતિ પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવે કે "આ બાળક મારું નથી, પણ તારા પપ્પાનું છે," ત્યારે એ માત્ર એક દંપતી નહીં, પણ સમગ્ર કુટુંબ અને સમાજ માટે વિચલિત કરનાર ઘટના બની શકે. 1. આવા પુરુષનું માનસશાસ્ત્ર: આ પ્રકારના પુરુષને વિવિધ કેટેગરીમાં મૂકી શકાય: 1. શંકાસ્પદ અને અસુરક્ષિત: આવા લોકો પોતાની પત્ની પર અવિશ્વાસ રાખે છે અને સામાન્ય બાબતોમાં પણ શંકા કરે છે. તેઓના મનમાં હંમેશાં કોઈકને કોઈ શંકા ગૂંથાયેલી હોય છે. 2. પિતૃત્વ અને આધિપત્યની ભ્રાંતિ ધરાવતો: એવા પુરુષોને લાગે છે કે પત્ની પર એક માત્ર તેમનું અધિકાર છે. જ્યારે પત્ની તેમની અપેક્ષા મુજબ વર્તન ન કરે, ત્યારે તેઓ તેને અપમાનિત કરવા માટે આવા શબ્દો વાપરે છે. 3. હિંસક અને માનસિક દુર્વ્યવહાર કરનારો: કેટલાક પતિઓ આ પ્રકારના આરોપ લગાવીને પત્ની પર માનસિક અથવા શારીરિક હિંસા કરવા માટે માનસિક રીતે તૈયાર રહે છે. 2. આવા પુરુષને શું કહેવું જોઈએ? "જો તમને શંકા હોય, તો તમા...