ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Navsari News : નવસારીનાં દાંડી બીચ ખાતે વિવિધ પ્રકારની રમણીય પ્રવૃત્તિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકે ફરજ બજાવી અચૂક મતદાન કરવા આહવાન.
Navsari News : નવસારીનાં દાંડી બીચ ખાતે વિવિધ પ્રકારની રમણીય પ્રવૃત્તિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકે ફરજ બજાવી અચૂક મતદાન કરવા આહવાન.
તારીખ : ૨૭-૦૪-૨ ૦૨૪નાં દિને આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ દાંડી બીચ ખાતે ઝુમ્બા,સનેડો ડાન્સ,સંગીત ખુરશી,દોરડા ખેંચ અને સેલ્ફી પોઈન્ટ જેવી રમણીય પ્રવૃતિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકેની ફરજ બજાવીને આગામી તારીખ 7 મે ના રોજ અચૂક મતદાન કરવા આહવાન કર્યું. જેમાં નાના મોટા સૌ સહેલાણીઓ જોડાયા હતા.આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ દાંડી બીચ ખાતે ઝુમ્બા,સનેડો ડાન્સ,સંગીત ખુરશી,દોરડા ખેંચ અને સેલ્ફી પોઈન્ટ જેવી રમણીય પ્રવૃતિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકેની ફરજ બજાવીને આગામી તારીખ 7 મે ના રોજ અચૂક મતદાન કરવા આહવાન કર્યું.#Election2024 #ElectionAwareness #GoVote pic.twitter.com/HWP5Av89F0
— Collector & DM Navsari (@CollectorNav) April 27, 2024


Comments
Post a Comment