નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory
Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.
Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો. મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો. પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે. તેમજ તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ મા...