નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory
ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ 2024-2025 ઉજવાયો. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી તથા જનતા માધ્યમિક શાળા ખેરગામના સહયોગથી ખેરગામ તાલુકા કક્ષાનું યુવા મહોત્સવ 2024 -25 નું આયોજન તારીખ 29/ 8/2024 ને ગુરૂવારના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી દલપતભાઈ ઉપસ્થિત રહ્યા હતા, શાળાનું સંચાલક મંડળ પ્રમુખશ્રી અરવિંદભાઈ, ચેરમેનશ્રી પ્રશાંતભાઈ,કોષાધ્યક્ષ જગદીશભાઈ કારોબારી સભ્ય હર્ષદભાઈ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સ્પર્ધામાં ખેરગામ તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ગીત, લોકગીત,ચિત્રકલા જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ તમામ સ્પર્ધાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કક્ષાએથી ઉમેશ મહેતા, નિલેશ પટેલ અને લલિત પટેલ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તમામ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીએ પ્ર...