ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું.
તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું.
તારીખ :૩૦-૦૯-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા, શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ અને પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને વેણ ફળીયા પ્રાથમિક શાળામાં ખેરગામ જય ચામુંડા ફેબ્રિકેશનનાં માલિક ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ.વાસુ અશ્વિનભાઈ વાઘેલાના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથી ભોજન કરાવ્યું હતું.
💐💐પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.વાસુને શાંતિ અર્પે 💐💐
પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ
શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ પહાડ ફળિયા અને વેણ ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ








Comments
Post a Comment